બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli social media post after india lost semifinals vs england t20 world cup

લાગણીશીલ / અમે સપનું પૂરું કરી શક્યા નહીં... વર્લ્ડ કપમાં હાર બાદ ઈમોશનલ થયો કોહલી, લોકોને કહી દિલની વાત

Premal

Last Updated: 12:00 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટાર બેટર વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં અર્ધસદી ફટકારી અને ભારતીય ટીમને 170ની નજીક પહોંચાડવામાં ભૂમિકા અદા કરી. જો કે, ભારતને શરમજનક હાર મળી અને ટી20 વર્લ્ડ કપમાંથી આઉટ થવુ પડ્યુ. વિરાટે હવે પોતાના દિલની વાત લખી છે.

  • ટી20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારતની શરમજનક હાર
  • ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપમાંથી થયુ આઉટ
  • સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાના દિલની વાત લખી 

હવે ફાઈનલમાં ઈંગ્લેન્ડની પાકિસ્તાન સામે ટક્કર થશે 

ટી20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારત હાર્યા બાદ વિરાટ કોહલીએ પોતાના દિલની વાત લખી છે. વિરાટના શબ્દો પરથી અંદાજ લગાવી શકાય છે કે તેઓ કેટલા નિરાશ અને ભાવુક થઇને સ્વદેશ પાછા ફરી રહ્યાં છે. ભારતીય ટીમે ગુરૂવારે એડિલેડ ઓવલ મેદાનમાં રમાયેલ ટુર્નામેન્ટની બીજી સેમી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી 10 વિકેટથી હારનો સામનો કર્યો. તો હવે ફાઈનલમાં મેલબર્નમાં 13 નવેમ્બરે ઈંગ્લેન્ડની પાકિસ્તાન સામે ટક્કર થશે. 

એડિલેડમાં મળી શરમજનક હાર

ભારતીય ટીમે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીના દમ પર 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યાં. હાર્દિકે 33 બોલમાં 63 જ્યારે વિરાટે 40 બોલમાં 50 રનનુ યોગદાન આપ્યુ. ત્યારબાદ ઈંગ્લેન્ડે કોઈ વિકેટ ગુમાવ્યાં વગર 16 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યુ. કેપ્ટન જોસ બટલરે 80 અને એલેક્સ હેલ્સે 86 રન બનાવ્યાં અને બંને નોટઆઉટ રહ્યાં. 

વિરાટે શું લખ્યું?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ તમામ ક્રિકેટ પ્રેમીઓની જેમ વધુ નિરાશ દેખાયા. તેમણે ટ્વિટર પર ટીમની સાથે પોતાની એક તસ્વીર પોસ્ટ કરી. જેમાં બધા ખેલાડી રાષ્ટ્રગીત માટે ઉભા રહેલા જોઇ શકાય છે. વિરાટે લખ્યું, અમે અમારા સપનાને પ્રાપ્ત કર્યા વગર જ દિલમાં નિરાશાની સાથે ઓસ્ટ્રેલિયા છોડી રહ્યાં છે, પરંતુ અમે એક ગ્રુપના રૂપમાં અનેક યાદગાર પળોને પાછી લઇ જઇ રહ્યાં છે. અમે અહીં સારું હોવાનુ લક્ષ્ય રાખીએ છીએ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ