બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli did something like this during the match, Team India immediately got a huge success, watch the video

VIDEO / INDvsSA: ટીમને વિકેટ અપાવવા વિરાટ કોહલીએ અપનાવ્યો જોરદાર ટોટકો, કર્યું એવું કે આગલી જ ઓવરમાં બુમરાહે જ્યોર્જીને કરી દીધો પવેલિયન ભેગો

Pravin Joshi

Last Updated: 11:51 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયન મેદાન પર રમાઈ રહી છે. રમતના બીજા દિવસે વિરાટ કોહલીએ ફિલ્ડિંગ કરતી વખતે અચાનક જ બેલ બદલી નાખી. જેના પછી માત્ર 5 બોલમાં બુમરાહે ટોની ડી જોર્જીની વિકેટ લીધી.

  • સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ
  • ભારતીય ટીમ રમતના બીજા દિવસે તેની પ્રથમ ઇનિંગમાં 245 રન બનાવ્યા
  • 27મી ઓવર પછી વિરાટ કોહલીએ અચાનક સ્ટમ્પની બેલ બદલી નાખી

સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ રમતના બીજા દિવસે તેની પ્રથમ ઇનિંગમાં 245 રન સુધી મર્યાદિત હતી. દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ ડીન એલ્ગર અને ટોની ડી જોર્જી વચ્ચે બીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી થઈ હતી. જસપ્રીત બુમરાહે આ જોડી તોડીને ભારતને મેચમાં બીજી સફળતા અપાવી હતી. જો કે, આ વિકેટ પહેલા વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું.

વિરાટના બેલ બદલતા ભારતને બીજી સફળતા મળી

આ મેચમાં જ્યારે સાઉથ આફ્રિકા પોતાની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવા મેદાન પર આવ્યું ત્યારે તેને પહેલો ફટકો 11 રનના સ્કોર પર એડન માર્કરમના રૂપમાં લાગ્યો હતો, જે મોહમ્મદ સિરાજના બોલ પર માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, પોતાની ત્રીજી ટેસ્ટ મેચ રમી રહેલા ટોની ડી જોર્જી ડીન એલ્ગર સાથે બેટિંગ કરવા આવ્યા અને પ્રથમ સત્રના અંત સુધી ભારતને વધુ વિકેટ ન લેવા દીધી. આ પછી બીજા સેશનમાં જોડીએ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 100ને પાર કરી ગયો. દરમિયાન 27મી ઓવરના અંત પછી વિરાટ કોહલીએ અચાનક સ્ટમ્પની બેલ બદલી નાખી. આ પછી 28મી ઓવર નાખવા આવેલા જસપ્રીત બુમરાહે છઠ્ઠા બોલ પર ટોની ડી જોર્જીની વિકેટ લીધી, જે 62 બોલમાં 28 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

સ્ટુઅર્ટ બ્રોડે એશિઝ 2023માં પણ કંઈક આવું કર્યું હતું

વિરાટ કોહલીએ જે રીતે બેલની અદલાબદલી કરી તે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે પ્રથમ એશિઝ 2023માં કર્યું હતું. આ પછી તે જ મેચમાં માર્નસ લાબુશેને તેની આગલા જ બોલ પર માર્ક વુડને વિકેટ આપી દીધી. તમને જણાવી દઈએ કે ડીન એલ્ગરે દક્ષિણ આફ્રિકા માટે આ મેચમાં શાનદાર સદી ફટકારી છે, જેના કારણે તેની ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ