બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Villagers protested against the bridge being built on the block near Panchot village of Mehsana

વિરોધ / 'માંગ નહીં સ્વીકારાઇ તો...', ઓવરબ્રિજના વિરોધમાં મહેસાણાના પાંચોટના ગ્રામજનોએ બાંયો ચડાવી, જાણો શું છે વિવાદ

Vishal Khamar

Last Updated: 06:20 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાનાં ડી માર્ટ સર્કલ પાસે હાલ ગાંધીનગરથી પાટણને જોડતો નવીન ઓવરબ્રિજ બની રહ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા બ્રિજને બ્લોક પર બનાવવામાં આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કર્યો હતો. તેમજ બ્રિજને પીલ્લર ઉપર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

  • પાંચોટ ગામના લોકોનો વિરોધ 
  • ઓવરબ્રિજને લઇને ગ્રામજનોનો વિરોધ 
  • બ્રિજને બ્લોકને બદલે પીલર ઉપર બનાવવા માંગ 

ગાંધીનગરથી પાટણને જોડતો નવીન ઓવરબ્રિજ મહેસાણા જીલ્લાનાં પાંચોટ પાસેથી પસાર થઈ રહ્યો છે. જે ઓવરબ્રિજને પીલ્લરની જગ્યાએ બ્લોક ઉપર બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈને પાંચોટ ગામનાં ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ ઓવરબ્રિજને બ્લોકની જગ્યાએ પીલ્લર પર બનાવવાની શરૂઆત કરતા પાંચોટ ગામનાં ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ત્યારે મહેસાણા શહેરનું દ્વાર ગણાતા પાંચોટ ડી માર્ટ સર્કલ પર બ્રિજ પીલ્લરની જગ્યાએ બ્લોક પર બનવાથી ખેડૂતોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી શકે છે. જો ઓવરબ્રિજ પીલ્લર પર બનાવવામાં આવે તો બ્રિજની નીચે ખુલ્લી જગ્યામાં લોકો પાર્કિંગ કરી શકશે, ખેડૂતોને વાહન લઈ અવર જવર માટે ખુલ્લી જગ્યા તેમજ પોલીસ ચોકી બનાવવાની પણ જગ્યા મળી શકે છે. 

ખેડૂતો તેમજ ગ્રામજનોએ ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી
પરંતુ નવીન બ્રિજ બનાવતી વાવડ કન્સ્ટ્રક્શન કંપનીએ પાંચોટ સર્કલ ઉપરનો બ્રિજ પીલ્લર ઉપર નહી બનાવવાના નિર્ણય સામે પાંચોટ ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આથી પાંચોટ વિસ્તારના તમામ રહીશોએ બ્રિજની ડિઝાઇન બદલવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

નેળીયામાંથી ઉંટલારીમાં ચાર લઈ જવી હોય તો પણ રસ્તો રહેતો નથીઃ સરપંચ
પાંચોટ ગામનાં સરપંચ લલિતભાઈએ ફ્લાય ઓવર પીલ્લર પર બનાવવા બાબતે જણાવ્યું હતું કે, મહેસાણાનાં હાર્દસમા એવા ડી માર્ટ પાસે હાલમાં નેશનલ હાઈવે ઓર્થોરીટી દ્વારા પાટણથી ગોઝારીયા જે ચાર માર્ગીય રોડ બનાવવામાં આવી રહ્યો છે.  તે રોડથી 500 મીટર દૂર પાંચોટ ગામનું નેળીયું આવેલું છે. જેની આજુબાજુ ખેડૂતોની 600 થી 700 વીઘા જમીન આવેલી છે.  તેમજ ખેડૂતો ત્યાંથી અવર જવર પણ કરે છે. તે નેળીયામાંથી ઉંટલારીમાં ચાર લઈ જવી હોય તો પણ એનો રસ્તો પણ રહેતો નથી. જે બાબતે સરકારમાં, સાંસદ સભ્યને, ધારાસભ્ય તેમજ દિલ્હી ખાતે નીતીન ગડકરીને પણ આ બાબતે રજૂઆત કરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ