VIDEO: Tradition of scattering rupee on the road on this occasion in this village of Gujarat
અનોખી પ્રથા /
VIDEO: ગુજરાતના આ ગામમાં પ્રસંગમાં રસ્તા પર રૂપિયા વેરવાની પરંપરા, લગ્નમાં કોથળા ભરીને વેર્યા રૂપિયા
Team VTV06:29 PM, 21 Jan 22
| Updated: 06:42 PM, 21 Jan 22
મહેસાણાના લિંચ ગામનો એક અચરજભર્યો વિડીયો વાયરલ. સામાજિક પ્રસંગમાં રૂપિયા રસ્તા ઉપર વેરવાની પ્રથા હોય સુંડલા મોઢે રૂપિયા વેરવામા આવ્યા હતા.
મહેસાણાનો આશ્ચર્યજનક વિડીયો
રસ્તા પર રૂપિયા વેરતો વિડીયો વાયરલ
સામાજિક પ્રથાનું કારણ, લોકોમાં કુતુહલ
મહેસાણાના લિંચ ગામનો એક અચરજભર્યો વિડીયો વાયરલ થતા લોકોમાં કુતુહલ ઉભું થયું છે. સામાજિક પ્રસંગમાં રૂપિયા રસ્તા ઉપર વેરવાની પ્રથા હોય સુંડલા મોઢે રૂપિયા વેરવામા આવ્યા હતા. રૂપિયા વેરતો વીડિયો વાયરલ થતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. કહેવાય છે કે, વર્ષોથી ચાલી આવતી સામાજિક પ્રથા છે.
મહેસાણાના લીંચ ગામમાં એક પ્રસંગ દરમિયાન એક વ્યક્તિ દ્વારા કોથળો ભરીને રૂપિયા વેરવામાં આવ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સામાજિક પ્રસંગ વખતે ઢોલ-નગારાંના તાલ સાથે એક વ્યક્તિ ગામલોકોની વચ્ચે કોથળો ભરીને આવે છે અને રસ્તા પર પૈસા વેરતો નજરે પડે છે. મળતી માહિતી અનુસાર, આ ગામમાં આપ્રકારની વર્ષોથી પરંપરા ચાલી આવી છે. સામાજિકી પ્રસંગ દરમિયાન ગામમાં પૈસા વેરવાનો રિવાજ વર્ષો જૂનો છે.