બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણની પ્રીતિ પરમાર 'આપઘાત'થી પ્રેમીને પરણી ! ભાભીને સુસાઈડ નોટ મોકલી, પછી મોટો ટ્વિસ્ટ

ગુજરાત / પાટણની પ્રીતિ પરમાર 'આપઘાત'થી પ્રેમીને પરણી ! ભાભીને સુસાઈડ નોટ મોકલી, પછી મોટો ટ્વિસ્ટ

Last Updated: 03:35 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણની ગુમ થયેલી નર્સના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. પ્રેમી સાથે લગ્ન કરવા માટે તેણે આપઘાતનું નાટક કર્યું અને સુસાઈડ નોટ પણ ઘેર મોકલી હતી.

પ્રેમી સાથે લગ્ન કરવા છોકરી આપઘાતનું નાટક પણ કરી શકે. ગુજરાતના પાટણમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સુસાઈડ નોટ આવ્યાં બાદ બધાને લાગતું કે છોકરીએ આપઘાત કરી લીધો છે પરંતુ જ્યારે થોડા દિવસ બાદ ખુદ તે પ્રેમી સાથે રુબરુ સામે આવી ત્યારે બધાને આંચકો લાગ્યો હતો અને તેનો ભાંડો ફૂટ્યો હતો.

Patan-Nurse-Preeti-news

પાટણની નર્સ પ્રીતિ પરમારે શું કર્યું

પાટણ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ગુમ થવા મામલે નવો વળાંક આવ્યો છે. નર્સ તરીકે ફરજ બજાવતી પ્રીતિ પરમાર દસ દિવસ પહેલા નાઈટ શિફ્ટમાં નોકરી પર જાવ છું કહીને ઘરેથી નીકળી હતી. આ પછી તેણે આપઘાતનું નાટક કર્યું અને પોતાની ભાભીને વોટ્સએપ પર સુસાઈડ નોટ મોકલી દીધી હતી. પ્રીતિએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું હું જિંદગીથી કંટાળી ગઈ છું. જિંદગીમાં ઘણું બધું કરવાની ઈચ્છા હતી પણ હવે મને નફરત થઈ ગઈ છે તેથી હું આપઘાત કરુ છું. છોકરીની સુસાઈડ નોટ આવતાં ઘરમાં હડકંપ મચ્યો હતો અને બધા પોલીસ સ્ટેશન ભાગ્યાં હતા અને ફરિયાદ લખાવી હતી. પોલીસે પણ તપાસ શરુ કરી હતી પરંતુ કોઈ કડી મળતી નહોતી પરંતુ ગુમ થયાના 10 દિવસ બાદ મામલો મેદાને આવ્યો.

પ્રીતિ પ્રેમી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ

આપઘાતના બહાને 10 દિવસ ગુમ રહ્યાં બાદ લગ્ન કરીને પ્રીતિ પ્રેમી સાથે પાટણ બી.ડિવિઝન પોલીસ મથકે હાજર થઈ ગઈ હતી અને પોલીસને સાચી વાતની જાણ કરી દીધી હતી. પોલીસે તેના ઘરનાને બોલાવીને સાચી વાતની જાણ કરી દીધી હતી, આમ આ મામલો થાળે પડ્યો હતો.

આપઘાતનું નાટક ફળ્યું

આપઘાતનું નાટક પ્રીતિને ફળ્યું હોય તેવું લાગી રહ્યું છે. આપઘાતના નાટક દ્વારા પ્રીતિએ પોતાનો પ્રેમ પામી લીધો હતો જોકે આવું કરવું સારુ નથી તેમાં નાહકના ઘરના પરેશાન થઈ જાયને.

વધુ વાંચો : યુવકે અધિકારીઓને ગાળો ભાંડી બોગસ વોટિંગ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસના ઉમેદવાર ડૉ.પ્રભાબેને કરી ફરિયાદ

ઘરના તૈયાર નહીં થાય તે બીકે આપઘાતનું નાટક કરીને પ્રેમીને પરણી

પ્રીતિ પરમાર સિદ્ધપુરના સહેસા ગામની છે અને પાટણ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. હોસ્પિટલમાં જ તે કોઈના પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ ઘરના તૈયાર નહીં થાય તે બીકે તેણે આપઘાત નાટક કર્યું અને એ રીતે પોતાના પ્રેમીને પરણી ગઈ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ