બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / યુવકે અધિકારીઓને ગાળો ભાંડી બોગસ વોટિંગ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસના ઉમેદવાર ડૉ.પ્રભાબેને કરી ફરિયાદ
Last Updated: 03:04 PM, 8 May 2024
Lok Sabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયા બાદ હવે દાહોદ લોકસભા મતવિસ્તારના સંતરામપુરના એક ગામમાં બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથને કેપ્ચર કરવામાં આવ્યું હતું. બુથ કેપ્ચરીંગની ઘટના વિજય ભાભોર નામના ઇસમે સોશિયલ મિડિયામાં લાઈવ કરી હતી. જેણે લઈ હવે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. આ તરફ બૂથ કેપ્ચરીંગના વાયરલ વાડિયો મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે.
ADVERTISEMENT
દાહોદ લોકસભા મતવિસ્તારના મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન બૂથ કેપ્ચરીંગની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વિજય ભાભોર નામના યુવકે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હોવાનો અને અન્ય લોકો સાથે મળી બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. વિજય ભાભોરે બૂથના અધિકારીઓ અને કર્મચારીઓને ગાળો ભાંડી બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ થયો છે. આ તરફ બૂથ કેપ્ચરીંગની ઘટના વિજય ભાભોરે સોશિયલ મિડિયામાં લાઈવ કરી હતી.
ADVERTISEMENT
કોંગ્રેસના ઉમેદવારે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી
આ તરફ વિડીયો વાયરલ થતાં વિજય ભાભોરે સોશિયલ મીડિયા પરથી બૂથ કેપ્ચરીંગનો વિડીયો ડિલિટ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી છે. જેને લઈ ફરિયાદ બાદ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે. આ બધાની વચ્ચે દાહોદમાં બૂથ કેપ્ચરીંગના વાયરલ વિડીયો મામલે ચૂંટણીપંચે રીપોર્ટ મંગાવ્યો છે. જેથી હવે ચૂંટણીપંચ રિપોર્ટને આધારે નિર્ણય લેશે. મહત્વનું છે કે, સ્થાનિક પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT