બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / સ્પોર્ટસ / Cricket / DCની જીતને કારણે પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ, પ્લેઓફમાં પહોંચવાની રેસમાં આગળ છે આ ટીમો
Last Updated: 10:07 AM, 8 May 2024
દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની IPL મેચ બાદ પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. સીઝનની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો દિલ્હી કેપિટલ્સ સામે 20 રને પરાજય થયો હતો. આ જીતે રિષભ પંતની ટીમની પ્લેઓફમાં જવાની આશા પણ જીવંત રાખી છે. આ ઉપરાંત ટીમને પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે. સાથે જ સિઝનની 56 મેચો પછી પણ એકેય ટીમ પ્લેઓફ માટે ટિકિટ મેળવી શકી નથી.
ADVERTISEMENT
IPL 2024 POINTS TABLE IS GETTING HOT...!!!! 🔥 pic.twitter.com/KQDH2wAQKb
— Johns. (@CricCrazyJohns) May 7, 2024
ADVERTISEMENT
ગઇકાલની આ જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં લખનૌ સુપર જાયન્ટ્સને પછાડી પાંચમા સ્થાને પહોંચી ગયું છે. દિલ્હીના પણ હવે 12 પોઈન્ટ છે, જે હૈદરાબાદ અને લખનૌની બરાબર છે, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદના સારા નેટ રન રેટને કારણે દિલ્હી તેનાથી થોડું પાછળ છે. જો દિલ્હી તેની આગામી બંને મેચો સારા માર્જિનથી જીતે છે અને હૈદરાબાદ તેની આગામી મેચ હારી જાય છે, તો રિષભ પંતની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે.
હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, તેના ખાતામાં 16 પોઈન્ટ છે. રાજસ્થાન રોયલ્સના ખાતામાં પણ એટલા જ પોઈન્ટ છે, પરંતુ રાજસ્થાનનો નેટ રન રેટ KKR કરતા સારો નથી. તે જ સમયે, ત્રીજાથી છઠ્ઠા સ્થાન પરની ટીમોના ખાતામાં 12-12 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે, ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજા સ્થાને છે અને સનરાઈઝર્સ હૈદરાબાદ ચોથા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સને એક સ્થાન સરકીને છઠ્ઠા સ્થાને જવું પડ્યું છે.
Here is the latest points table of the Indian Premier League 2024 after 56th Match
— SportsTiger (@The_SportsTiger) May 7, 2024
📸: BCCI/IPL#IPL2024 #TATAIPL2024 #MI #CSK #RCB #KKR #GT #LSG #DC #PBKS #SRH #RR #IndianPremierLeague pic.twitter.com/5QLMWTncN8
IPL 2024 પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં સાતમા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સ આઠમા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ ભલે પાંચ વખત ચેમ્પિયન હોય, પરંતુ આ સિઝનમાં તે નવમા સ્થાને છે. એટલું જ નહીં ગત વર્ષની ફાઇનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ છેલ્લા સ્થાને છે.
મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં વધુમાં વધુ 12 પોઈન્ટ મેળવી શકે છે, જ્યારે RCB, PBKS અને ગુજરાત પાસે 14 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. આ સાથે જ દિલ્હીએ આ મેચ જીતીને પ્લેઓફની રેસમાં પોતાને જીવંત રાખી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT