બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / રાજકોટ / 'રૂપાલા સાહેબે જે માફી માગી તે રાજકીય' માફી માગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત

લોકસભા ચૂંટણી 2024 / 'રૂપાલા સાહેબે જે માફી માગી તે રાજકીય' માફી માગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત

Last Updated: 03:05 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થવા પામ્યું હતું. ગત રોજ લોકસભાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી પરષોત્તમ રૂપાલાઆ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. જે બાદ ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા મહત્વનું નિવેદન આપ્યું હતું.

ગત રોજ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થવા પામ્યું છે. રાજકોટમાં 59.60 ટકા મતદાન થવા પામ્યું છે. મતદાન પૂર્ણ થયાનાં બીજા દિવસે પરષોત્તમ રૂપાલાએ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. રૂપાલાએ ફરી માફી માંગ્ય બાદ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત હતો. જે બાદ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠક બાદ સમિતિનાં સભ્ય દેવેન્દ્રસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, રૂપાલા સાહેબે જે માફી માંગી તે રાજકીય હતી. સમાજનાં એક પણ પ્લેટફોર્મ પર માફી માંગી નથી. પક્ષ માટે અને તેના માટે માફી માંગી છે. બહેનોની માફી માંગી નથી. માફી આપવાનો સવાલ જ નથી.

આખી ઘટનાનું કેન્દ્ર બિંદું તેમજ કારણ હું જ હતોઃ પરષોત્તમ રૂપાલા

આ બાબતે પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, મારી ભૂલથી, મારાથી ભૂલ થઈ. એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એમનાં સમાજને ઉજ્જવલિત થવાનું નિમિત બન્યું કારણ બન્યું. પણ આખી ઘટનાનું કેન્દ્ર બિંદું તેમજ કારણ હું જ હતો. મારે આપ સૌને એ કહેવું છે કે હું પણ માણસ છું. માણસ માત્ર ભૂલને પાત્ર. મે તે વખતે પણ સહજથી જે પણ ક્ષત્રિય સમાજમાંથી હજુ તો વન ટુ વન મને જે લોકોનાં ફોન આવતા. મારા મનમાં કંઈ હતું નહી. મે સમાજની સાક્ષી પણ માંગી હતી. ત્યારે આજે પણ હું સમસ્ત ક્ષત્રિય સમાજની માફી માંગું છું. માતૃ શક્તિની પણ માફી માંગુ છું.

વધુ વાંચોઃ 'મારા દીકરાના કારણે આવો સમય...', 40 લાખનું દેવું કરી માતા-પિતાએ પુત્રને વિદેશ મોકલ્યો, બાદમાં રઝળતા કરી દેતા આપઘાત કર્યો

બહેનોની માફી નથી માંગી-દેવેન્દ્રસિંહ જાડેજા

રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિનાં સભ્ય દેવેન્દ્રસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતુ કે, ક્ષત્રિય સમાજ અને તમામ સમાજનાં લોકોનો આભાર માનીએ છીએ. રૂપાલા સાહેબે આજે મધ્યસથ કાર્યાલય ખાતે માફી માંગી છે. જે માફી માંગૂ છે તે રાજકીય હતી. પક્ષ માટે અને તેના માટે માફી માંગી છે. સંકલન સમિતિ મફી માટે બેઠક બાદ નિર્ણય લેશે. બહેનોની માફી માંગી નથી. બીજા પદ માટે માફી માંગી હશે. સમાજનાં એક પણ પ્લેટફોર્મ પર માફી માંગી નથી. માફીનો કોઈ સવાલ નથી. જયરાજસિંહ પરમાર મામલે નિવેદન આપ્યું હતું કે, સમાજની સાથે નહિ રહો તો ભવિષ્ય ધૂંધળું થઈ જશે. ક્ષત્રિય સમાજ સંયમ રાખ્યો છે. ઉકસાવા માટે બે દિવસથી પ્રયત્નો ચાલી રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ