બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Video: School Boy's Miraculous Escape After Falling From Overcrowded Bus In Tamil Nadu

ડ્રાઈવરની બેદરકારી / VIDEO : ખીચોખીચ ભરેલી બસના દરવાજાએ લટકી રહેલો છોકરો ફંગોળાઈને પડ્યો રોડ પર, બચી ગયો

Hiralal

Last Updated: 06:36 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુના કાંચીપુરમમાં ખીચોખીચ ભરેલી એક બસના દરવાજાએ લટકી રહેલો સ્કૂલનો એક છોકરો રોડ પર ફંગાળાયો હતો પરંતુ સદનસીબે તે બચી ગયો હતો.

  • તમિલનાડુના કાંચીપુરમમાં બસ ડ્રાઈવરે ક્ષમતા કરતા વધારે મુસાફરો બસમાં ભર્યાં 
  • જગ્યા ન મળતા સ્કૂલના છોકરાઓએ બસના દરવાજાએ લટકવું પડ્યું 
  • બ્રેક લાગતા એક છોકરો દરવાજા બહાર ફંગોળાઈને રોડ પર પડ્યો
  • સદનસીબે બચી ગયો 

તમિલનાડુના કાંચીપુરમમાં એક બસ ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે. ક્ષમતા કરતા પણ વધારે મુસાફરોને બેસાડીને ડ્રાઈવર બસ લઈને રવાના થયો હતો. બસમાં કેટલાક સ્કૂલના છોકરાઓ પણ જઈ રહ્યાં હતા પરંતુ બસમાં પગ મૂકાય તેટલી પણ જગ્યા ન હોવાથી છોકરા દરવાજાએ લટકી રહ્યાં હતા. હવે બ્રેક વાગતા બસમાં મોટો ઝટકો લાગ્યો હતો અને આને કારણે દરવાજાએ લટકી રહેલા છોકરાઓમાંથી એક ફંગોળાઈને રોડ પર પડ્યો હતો. આ જોઈને બસમાં રાડારાડ મચી હતી અને ડ્રાઈવરે તાત્કાલિક બસ થોભાવી દીધી હતી. સદનસીબે છોકરાને કંઈ થયું નહોતું. પડ્યા બાદ તે આઘાતમાં લાગતો હતો પરંતુ જીવ બચી ગયાનો આનંદ પણ તેના ચહેરા પણ જણાતો હતો. 

5 લાખ લોકોએ જોયો વાયરલ વીડિયો 
શેર થયા બાદથી આ વીડિયો અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યો છે. ટ્વિટર પર તેને 4,88,000થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.આ ક્લિપ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, "માય ગોડ!! આનાથી અમારા શાળાના દિવસોની ભયાનક યાદો આવી. 3-4 દાયકા પછી પણ આવી વસ્તુઓ ચાલુ રહે છે તે જોઈને ડરામણી છે !!" બીજાએ કહ્યું, "તે ખૂબ જ નસીબદાર છે કે તે પૈડા નીચે ન પડ્યો. ત્રીજાએ ઉમેર્યું હતું કે, "સલામત સવારીનો અર્થ એ છે કે બાળકોએ બસની અંદર જવું જોઈએ નહીં, એક હાથે લટકતી અને મોટું વજન વહન કરતી બસના પગથિયા પર સવારી ન કરવી જોઈએ. ચોથા યુઝરે લખ્યું કે જો આપણે અમારા બાળકોને શાળાએ જવા માટે સલામત સવારી પ્રદાન કરી શકતા નથી, તો અમારી પાસે જે વિકાસ થયો છે તે કંઈ જ નથી. 

યુપીમાં પણ ડ્રાઈવરે રિક્ષાના છાપરા પર બેસાડીને બાળકોને સ્કૂલે લઈ ગયો હતો
ઉલ્લેખનીય છે કે યુપીમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં એક ડ્રાઈવરે રિક્ષાના છાપરા પર બેસાડીને કેટલાક છોકરાઓને સ્કૂલે લઈ જતો જોવા મળ્યો હતો. પોલીસે આ કેસમાં રિક્ષાવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ