બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 04:51 PM, 18 November 2023
ADVERTISEMENT
રણબીર કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ એનિમલ માટે ચર્ચામાં છે. હવે ફિલ્મનું નવું ગીત અર્જન વેલીનું રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરે પહેલાથી જ લોકોને દિવાના બનાવી દીધા છે અને હવે તમે અર્જન વેલીનું નવું ગીત જોઈને લોકો અચંબિત થઈ ગયા છે. પંજાબી ગીત અર્જન વેલી તમને ઉત્સાહથી ભરી દે છે, ત્યારે તે રણબીરના વિકરાળ લુકને જોઈને તમારા રૂવાંટા ઉભા થઈ જશે.
ADVERTISEMENT
ફિલ્મ એનીમલનું આ નવું ગીત હાઇ બીટ ફુલ પંજાબી ગીત છે જે તમને ઉર્જાથી ભરી દે છે. આ ગીતમાં રણબીર ફુલ એક્શન મૂડમાં છે અને ગીતના વીડિયોમાં ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વાતોની ઝલક જોઈ શકાય છે. જે ભૂપિન્દર બબ્બલે ગાયું છે અને તેનો દમદાર અવાજ આ ગીતને ફિટ બેસે છે. આ જ કારણ છે કે લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે.
જો કે આ ગીતમાં ફિલ્મની સ્ટોરી વિશે વધુ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ રણબીરની કારકિર્દીની આ એકમાત્ર એવી ફિલ્મ છે જેમાં માત્ર આટલી ઘાતક એક્શન નથી પરંતુ રણબીરના પાત્રમાં પણ થોડો ગ્રે શેડ હોવાનું જણાય છે. રણબીર સાથે રશ્મિકા મંદાનાની જોડી આ ફિલ્મમાં પહેલીવાર જોવા જઈ રહી છે, જેને લોકો પહેલાથી જ નંબર વન જાહેર કરી ચૂક્યા છે. ફિલ્મના દરેક ગીતને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મમાં બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે
રણબીર કપૂરની એનિમલ 1 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે અને તે ટિકિટ બારી પર ફિલ્મ સામ બહાદુરને ટક્કર આપશે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. વિકી કૌશલ આ ફિલ્મમાં ટાઈટલ રોલ પ્લે કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દર્શકો કઈ દિશા તરફ સૌથી વધુ ઝુકાવ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. કારણ કે આ સ્પર્ધા હવે રણબીર વર્સીસ વિકી બની ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT