બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

VTV / Video of Men Partying on Boat Eating Chicken and Doing Hookah in Prayagraj's Holy Triveni Sangam Goes Viral

વાયરલ / VIDEO : ગંગામાં નાવ પર સગડીમાં શેક્યું ચીકન, હુક્કાના કસ ખેંચ્યાં, યુવાનોની પાર્ટીથી હાહાકાર

Hiralal

Last Updated: 10:20 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના પ્રયાગરાજમાં ગંગા નદીમાં 8 યુવાનોએ એક નાવ પર હુક્કા અને ચિકન પાર્ટી કરી હોવાનો વીડિયો વાયરલ થયા લોકો બરાબરના ભડક્યાં હતા.

  • પ્રયાગરાજમાં ગંગામાં નાવ પર યુવાનોએ કરી પાર્ટી
  •  8 યુવાનોએ હુક્કાના કસ માર્યાં 
  • નાવ પર સગડી મૂકીને ચિકન પણ પકવ્યું
  • વીડિયો વાયરલ થયા લોકો ભડક્યા, પોલીસ એક્શનમાં

યુપીના પ્રયાગરાજમાં ગંગા નદીમાં બોટ પર યુવાનોએ કરેલા કામને લઈને લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.  સંગમનગરી પ્રયાગરાજમાં કેટલાક યુવાનો નાવ લઈને પાર્ટી કરવા નીકળ્યાં હતા. યુવાનોએ બોટ પર હુક્કા અને ચિકન પાર્ટી કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાતું હતું કે ગંગા નદી પર એક બોટ જઈ રહી છે અને તેમાં કેટલાક યુવાનો બેઠેલા હતા. ત્રણ-ચાર યુવાનો બોટ પર પડેલા હુક્કામાંથી ટેસમાંથી કસ ખેંચી રહ્યાં હતા. તો બાકીના બેઠા બેઠા મસ્તી કરતા હતા. બોટ પર એક મોટી સગડી પણ પડેલી જોવા મળતી હતી. સગડી પર કશુંક શેકાઈ રહ્યું હોવાનું જણાતું હતું. જરા ધ્યાનથી જોતા સગડી પર મોટા મોટા અંગારામાં ચિકન શેકાઈ રહ્યાંનું માલૂમ પડતું હતું. બીજા એક યુવાને આ ઘટનાનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો જે આંખના પલકારમાં વાયરલ થઈ જતા લોકો ભડક્યાં હતા અને પોલીસ પણ એક્શનમાં આવી હતી. 

વીડિયો જોયા બાદ લોકોમાં જબરદસ્ત ગુસ્સો
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં જબરદસ્ત ગુસ્સો જોવા મળી રહ્યો છે, લોકોનું કહેવું છે કે આ ખૂબ જ શરમજનક કૃત્ય છે, એક યૂઝરે વીડિયો શેર કરીને લખ્યું છે કે, ગંગા ગંદી થઈ રહી છે, એક તરફ લોકો પૂરથી પરેશાન છે, તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે પૂરમાં કૂલ છે અને બોટમાં બેસીને હુક્કા-મીટ વગેરે ખાઈ રહ્યા છે.

પોલીસ તપાસનો ધમધમાટ 
આ ઘટનાને લઈને લોકમાં પ્રવર્તી રહેલા ભારે રોષને કારણે પોલીસ પણ હરકતમાં આવી છે અને તાબડતોબ તેની તપાસ શરુ કરી દીધી છે. પોલીસે આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ