રાધનપુરમાં ભાજપનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય તેમજ પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થવા પામી હતી. શિસ્તમાં માનનારી પાર્ટીનાં ધારાસભ્ય તેમજ કાર્યકરનો વીડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
રાધનપુર ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેમાનો માટે સર્કીટ હાઉસ ખાતે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્ય તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત હતા. તે સમયે ધારાસભ્ય તેમજ પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થવા પામી હતી.
ધારાસભ્ય તેમજ પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે શાબ્દિક બોલાચાલી
રાધનપુર ખાતે ભાજપ દ્વારા કરાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, જીલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પધારેલા મહેમાનો માટે સર્કીટ હાઉસ ખાતે જમવાનું આયોજન કર્યું હતું. ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ પૂર્વ તાલુકા સદસ્ય જયંતીજી ઠાકોર વચ્ચે સર્કીટ હાઉસ ખાતે કોઈ કારણોસર શાબ્દિક બોલાચાલી થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મામલો વધુ વધે તે પહેલા જ ભાજપના કાર્યકર્તાઓએ વચ્ચે પડી બંન્નેને શાંત પાડ્યા હતા.