બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 02:54 PM, 12 February 2024
ADVERTISEMENT
Paytm પર ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ પેટીએમ યુઝર્સ મૂંઝવણમાં છે. તેઓ સમજી શકતા નથી કે આ મહિના પછી તેઓ Paytmની તમામ સુવિધાઓનો લાભ લઈ શકશે કે નહીં, ખાસ કરીને Paytmના ફાસ્ટેગને લઈને લોકોમાં ઘણી મુંઝવણ છે.
ADVERTISEMENT
લોકોના મનમાં અનેક સવાલો છે કે 29 ફેબ્રુઆરી પછી Paytm ફાસ્ટટેગ કામ કરશે કે નહીં? શું યુઝર્સે નવી બેંકનું ફાસ્ટેગ લેવું પડશે? કે Paytm અન્ય બેંક સાથે પાર્ટનરશિપ કરશે? આ પ્રશ્ન વચ્ચે લોકોના મનમાં વધુ એક ક્વેરી એ છે કે Paytm FASTag Deactivate કરાવવું હોય તો તેની પ્રોસેસ શું છે.
એ વાત તો જાણીતી જ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે પેટીએમ પેમેન્ટ્સ બેંકને 29 ફેબ્રુઆરી, 2024 પછી તેના ખાતા અથવા વૉલેટમાં નવી ડિપોઝિટ સ્વીકારવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. Paytm પેમેન્ટ્સ બેંક એ Paytm નો એક ભાગ છે, જે દેશની સૌથી મોટી પેમેન્ટ કંપનીઓમાંની એક છે. RBI દ્વારા કહેવામાં આવ્યું છે કે 29 ફેબ્રુઆરી પછી Paytm પેમેન્ટ્સ બેંક નવી ડિપોઝિટ લઈ શકશે નહીં. આ સાથે જ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI સુવિધા સહિત ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ફંડ ટ્રાન્સફરની સુવિધા પણ પૂરી પાડી શકશે નહીં.
એટલે કે 29 ફેબ્રુઆરી પછીથી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક કામ નહીં કરે અને યુઝર્સ એકાઉન્ટમાં ડિપોઝિટ અથવા વૉલેટમાં કે ફાસ્ટેગમાં જમા પૈસાનો ઉપયોગ કરી શકશે પરંતુ ટોપ અપ કરી શકશે નહીં. એવામાં મોટા ભાગના યુઝર્સ પેટીએમનો ફાસ્ટેગ ડિએક્ટિવેટ કરી રહ્યા છે. જો તમારે પણ આવું કરવું છે, તો આ માટે પેટીએમની એપ્લિકેશનમાં તમને આનો ડિરેક્ટ આવો કોઈ ઓપ્શન નહીં આવે. એવામાં જો તમારે ફાસ્ટેગ ડિએક્ટિવેટ કરવું છે તો તમારે આ વિડીયોમાં બતાવેલ પ્રોસેસ ફોલો કરવી પડશે.
Paytm FASTag Deactivate કરાવવાની પ્રોસેસ
- સૌથી પહેલા Toll free number 1800-120-4210 પર કોલ કરવાનો રહેશે.
- ફાસ્ટેગને Deactivate કરવા માટે તમારા રજીસ્ટર નંબર પર sms દ્વારા એક લિન્ક મળશે.
- આ લિંક પર ક્લિક કરશો એટલે તમારું પેટીએમ એકાઉન્ટ ખુલશે.
- જે બાદ તમારું upi id દેખાશે, તેના પર ક્લિક કરશો એટલે સ્ક્રીન પર ઘણા ઓપ્શન દેખાશે.
- ફાસ્ટેગ બંધ કરાવવા માટે i’m selling my vehical પર ક્લિક કરી દો.
- એ બાદ ક્લોઝ ફાસ્ટેગ પર ક્લિક કરશો એટલે તમારી રિફંડ એમાઉન્ટ તમને દેખાશે.
- ના પર ક્લિક કરશો એટલે તમારું ફાસ્ટેગ 5-7 દીવસની અંદર બંધ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.