બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / video got viral of a child starting to eat lizard and

OMG / VIDEO: ટેણિયું તો જબરું નીકળ્યું! હાથમાં જીવતી ગરોળી પકડી લેતા માતાની નીકળી ગઈ ચીસ, જુઓ પછી શું થયું

Khevna

Last Updated: 05:26 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાળક જીવતી ગરોળી પકડીને ખાવા લાગે છે. જુઓ આ વીડિયો

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો હૃદય થંભાવી દે તેવો વીડિયો 
  • જીવતી ગરોળી પકડીને ખાવા લાગ્યું બાળક 
  • બાળકને ગરોળી ખાતા જોઈ માંએ પાડી ચીસ 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો હૃદય થંભાવી દે તેવો વીડિયો 

નાના બાળકોને સાચા ખોટામાં ફરક સમજાતો નથી. બાળકોને સાચું-ખોટું સમજાવવું તથા દુનિયાદારીની સમજ આપવી એ માતા-પિતાની ફરજ હોય છે. બાળકોને તમે ઘણું બધું મોંમાં નાખતા જોયા હશે. તેમને ખબર નથી હોતી કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. ઘણી વાર બાળકો એવી વસ્તુ પણ ખાવા લાગે કે, જે ઝેરી હોય શકે છે. 

જીવતી ગરોળી મોંમાં નાખવા લાગ્યું બાળક 
આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. વીડિયોમાં એક નાનું બાળક જીવતી ગરોળી પકડીને ખાવાની કોશિશ કરે છે, જે જોઇને બાળકની માં ચીસ પાડવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનું બાળક જીવતી ગરોળી જુએ છે અને પછી તેને પકડીને અચનક મોંમાં નાંખવા લાગે છે. આ જોવામાં ભયાવહ લાગી શકે છે. 

વીડિયોમાં જોઈ શકાય છે કે એક માં પોતાના બાળકને લઈને ઉભી હોય છે. આ દરમિયાન ત્યાં એક વ્યક્તિ આવે છે. આ વ્યક્તિનાં ટી-શર્ટ પર એક જીવતી ગરોળી ચાલતી જોવા મળે છે. તે વ્યક્તિ માંના ખોળામાં બેઠેલા બાળકને ગરોળી બતાવે છે. ત્યાર બાદ બાળક સમજ્યા વિચાર્યા વગર તરત જ આ ગરોળીને પકડી લે છે અને અચાનકથી મોંમાં નાંખવા લાગે છે. આ જોઇને તેની માં ચીસો પાડવા લાગે છે. 

એક સેકન્ડનું મોડું થયું હોત, તો બાળકે ગરોળી ખાઈ લીધી હોત 
વીડિયોમાં જોઈ શકાય છે કે માં તરત જ બાળકનો હાથ પકડી લે છે. આ દરમ્યાન 1 સેકન્ડ પણ જો મોડું થયું હોત, તો આ બાળક ગરોળી ખાઈ જ ગયો હોત. વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર thesceneryplace નામના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો એટલો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે કે અત્યાર સુધી 43 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. જ્યારે 10 લાખથી વધારે લોકોએ વીડિયો લાઈક કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ