બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / Vibrant village cooperation commitee plan approved by cabinet said anurag thakur

લીલીઝંડી / મોદી કેબિનેટમાં મોટો નિર્ણય: 2 લાખ સહકારી સમિતિ બનાવવાનો બિગ પ્લાન, કૃષિ,ડેરી, મત્સ્યઉદ્યોગને આવરી લીધા

Vaidehi

Last Updated: 04:26 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે આજે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આ અંતર્ગત સીમાઓ પર આવેલા ગામડાંઓનો વિકાસ કરવામાં આવશે.

  • કેન્દ્રએ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને આપી મંજૂરી 
  • કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી સંપૂર્ણ માહિતી
  • સીમાડાનાં ગામોનાં વિકાસ માટે 4800 કરોડની ફાળવણી

મોદી કેબિનેટે બુધવારે એક મોટો નિર્ણય લીધો છે. મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું સરકાર સહકારી સમિતિઓને મજબૂત કરશે. વિવિધ ઉદેશ્યોને પૂરાં કરવા માટે પાંચ વર્ષમાં 2 લાખ પ્રાથમિક કૃષિ સહકારી સાખ સમિતિ- ડેરી- મત્સ્ય સહકારી સમિતિઓ ગઠીત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 

વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ માટે 4800 કરોડની ફાળવણી
તેમણે જણાવ્યું કે સીમાઓને વધુ મજબૂત કરવા માટે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને મોદી સરકારે મંજૂરી આપી દીધેલ છે. આ અંતર્ગત દેશની ઉત્તરી સીમાઓ પર વસેલા ગામડાંઓનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. આ માટે 4800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે.

સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર કરશે...
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે લદ્દાખ, જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશનાં કુલ 19 જિલ્લાઓનાં 2966 ગામડાઓમાં રોડ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં આવશે. આ બોર્ડર એરિયા ડેવેલોપ્મેન્ટ પ્રોગ્રામથી અલગ રહેશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી જ કરવામાં આવશે.

સિંકુલના ટનલને પણ મળી લીલીઝંડી
મોદી કેબિનેટે સિંકુલના ટનલનાં નિર્માણને પણ મંજૂરી આપી છે. જેનાથી લદ્દાખ માટે ઑલ વેધર રોડ કનેક્ટિવિટી મળી શકશે. તેની લંબાઈ 4.8 કિ.મી હશે. 1600 કરોડનો કુલ ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સૈન્ય બળોની જમીની મૂવમેંટ પણ વધશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ITBPનાં ચીન સીમાની દેખરેખ માટે સાત નવી બટાલિયન બનાવવામાં આવશે. આ સાથે જ એક ઓપરેશનલ બેઝ પણ બનાવવામાં આશે જેમાં 9,400 સૈનિકોને તૈનાત કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ