બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Veteran minister of Modi government said, this is not demonetization, it is return of notes

મોટા સમાચાર / આ નોટબંધી નથી, નોટ વાપસી છે...: મોદી સરકારના દિગ્ગજ મંત્રીએ કહ્યું બ્લેકમની રાખનારાઓ...

Priyakant

Last Updated: 10:59 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI 2000 Notes Decision News: કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સામાન્ય જનતા કે ગરીબ માણસ 2000ની નોટ રાખતો નથી, ભ્રષ્ટાચાર અને તેમની પાસે જંગી સંપત્તિ રાખનારાઓ માટે આ મુશ્કેલીનો વિષય

  • RBI દ્વારા 2000ની નોટને ચલણમાંથી બંધ કરવાની જાહેરાત
  • કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું, નોટબંધી નથી, નોટ વાપસી છે 
  • ભ્રષ્ટાચાર અને તેમની પાસે જંગી સંપત્તિ રાખનારાઓ માટે મુશ્કેલીનો વિષય 

RBIએ શુક્રવારે મોટો નિર્ણય લેતા રૂ.2000ની નોટને ચલણમાંથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ તરફ આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. આ અંગે હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ સરકારનું સમર્થન કરતા કહ્યું કે, 2018થી 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે. આ નોટબંધી નથી, નોટ પાછી ખેંચવાની છે. જે લોકોએ કાળું નાણું ભેગું કર્યું છે તેમને આ ચોક્કસપણે પેટમાં દુ:ખી રહ્યું છે.  

File Photo 

શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ ? 
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, સામાન્ય લોકો 2000 રૂપિયાની નોટો સાથે રાખતા નથી, આ સામાન્ય લોકો માટે સમૃદ્ધિનો સંદેશ છે. કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા નિવેદન અંગે અશ્વિની ચૌબેનું કહેવું છે કે, ભ્રષ્ટાચાર અને તેમની પાસે જંગી સંપત્તિ રાખનારાઓ માટે આ મુશ્કેલીનો વિષય છે. સામાન્ય જનતા ગરીબ માણસ 2 હજારની નોટ રાખતો નથી.

કોંગ્રેસે સરકાર પર કર્યા આકરા પ્રહારો 
આરબીઆઈના નોટબંધીના નિર્ણય પર કોંગ્રેસે કહ્યું છે કે, જ્યારે નોટો બંધ કરવી જ હતી તો પછી તેને શા માટે લાવવામાં આવી. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના નેતાઓ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે તો ભાજપના મંત્રીઓ અને નેતાઓ તેને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ગણાવી રહ્યા છે. 

અશોક ગેહલોતે શું કહ્યું? 
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, જો 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવો જ હતો તો તેને શા માટે લાવવામાં આવી. જો 2000ની નોટ પહેલાથી ચલણમાં ન હતી તો આના પર પણ જવાબ આપવો જોઈએ. 

કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, આ પ્રકારના નિર્ણયો અર્થતંત્રને મજબૂત કરવાને બદલે નબળી પાડે છે. કોંગ્રેસ નેતા ગૌરવ બલ્લભે કહ્યું કે, બીજેપી વગર વિચાર્યે 2000ની નોટ બજારમાં લાવી હતી, હવે તેને પલટવી પડશે. ભાજપના નેતા સુશીલ મોદીએ કહ્યું કે, કાળા નાણા પર આ બીજી સર્જિકલ સ્ટ્રાઈક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ