બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Very painful': Arvind Kejriwal shares photo of jailed AAP leder sisodia with his wife

દારુ કૌભાંડ / 'આ તસવીર ઘણી પીડાદાયક' કેજરીવાલે શેર કર્યો ફોટો તો લોકો તૂટી પડ્યાં, કહ્યું- 'પહેલા વિચાર કરવો જોઈતોને'

Hiralal

Last Updated: 04:00 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુ કૌભાંડમા જેલમાં બંધ પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાનો તેમની પત્ની સીમાને ભેટતો ફોટો કેજરીવાલે શેર કરતાં લોકોએ સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ કરી મૂક્યા હતા.

  • મનીષ સિસોદીયા 6 કલાક જેલની બહાર આવ્યાં
  • કોર્ટે બીમાર પત્નીને મળવા માટે રાહત આપી
  • પત્ની સીમાને ભેટવાનો સિસોદીયાનો ફોટો કેજરીવાલ શેર કર્યો
  • સોશિયલ મીડિયામાં લોકોની કોમેન્ટ, દારુ કૌભાંડ કરતા પહેલા વિચાર કરવો જોઈતો હતો

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાએ તેમના ઘરે થોડો સમય વિતાવ્યા પછી નીકળતી વખતે તેમની પત્નીને ગળે લગાવતો એક ફોટો શેર કર્યો છે. કેજરીવાલે ટ્વિટમાં કહ્યું કે, "આ તસવીર ખૂબ જ દર્દનાક છે. તેમણે એમ પણ પૂછ્યું હતું કે, દેશના ગરીબ બાળકોને આશા આપનાર વ્યક્તિ સાથે આવો અન્યાય કરવો યોગ્ય છે કે નહીં. 

દિલ્હી કોર્ટે સિસોદીયાને પત્નીને મળવા 6 કલાક જેલમાંથી છોડ્યાં
શનિવારે દિલ્હીની સાકેત કોર્ટે સિસોદીયાને પત્ની સીમાને મળવા માટે 6 કલાકનો સમય આપ્યો હતો જે પછી તેઓ ઘેર આવ્યાં હતા અને પત્ની સીમા સાથે છ કલાક સમય વિતાવ્યો હતો. તેઓ જ્યારે પત્નીને મળીને પાછા જતા હતા ત્યારે ખૂબ ભાવુક થઈ ગયા હતા અને લગભગ રડવા જેવા થઈ ગયા હતા. તેમની પત્ની પણ રડી પડી હતી. તેઓ પત્નીને છેલ્લી વાર ભેટ્યાં હતા આ દરમિયાન તેમની આંખમા આંસુ આવી ગયા હતા. સિસોદીયાએ પત્ની સીમા સાથે છોટી દિવાળી પણ મનાવી હતી અને મીઠાઈ પણ ખાધી હતી. 

દારુ કૌભાંડ કરતા પહેલા વિચાર કરવો જોઈતો હતો-લોકોની કોમેન્ટ
કેજરીવાલે શેર કરેલી વાયરલ થતાં સોશિયલ મીડિયામાં તોફાન આવ્યું હતું અને લોકો ઉલટાનું કેજરીવાલને ટ્રોલ કરી મૂક્યા હતા. લોકોએ કહ્યું કે દારુ કૌભાંડ કરતા પહેલા વિચાર કરવો જોઈતો હતો. બીજા કેટલાકે કહ્યું કે સિસોદીયા સાથે બરાબર થયું છે. એક વ્યક્તિએ તો રાઘવ ચઢ્ઢા પરિણીતી ચોપડાની હનીમૂનની તસવીર શેર કરતાં કટાક્ષ કર્યો કે આ તસવીર પીડાદાયક નથી. 

દારુ કૌભાંડમાં જેલમાં બંધ છે
ફેબ્રુઆરી 2023માં ઈડી અને સીબીઆઈએ દારુ કૌભાંડમાં તે વખતના દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાની ધરપકડ કરીને તેમને તિહાડ જેલમા પૂર્યાં હતા. જુન 2023મા હાઈકોર્ટે સિસોદીયાને પત્નીને મળવા છૂટ આપી હતી પરંતુ તેમણે મળ્યા વગર પાછા આવતા રહેવુ પડ્યું હતું કારણ કે પત્ની સીમાની તબિયત વધારે બગડતાં તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ