બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / vastu tips for study room maa Saraswati will shower grace on you

વાસ્તુ ટિપ્સ / માતા સરસ્વતીની કૃપા મેળવવા સ્ટડી રૂમમાં આજથી જ લાવો આ બદલાવ, સફળતા તમારા કદમ ચૂમશે

Arohi

Last Updated: 04:58 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Study Room: વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે બાળકોએ અભ્યાસ માટે બનેલા સ્ટડી રૂમમાં વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમ એટલા માટે કારણ કે અહીં વિદ્યાની દેવી માતા સરસ્વતી વાસ કરે છે.

  • સ્ટડી રૂમમાં રાખો વાસ્તુનું ધ્યાન 
  • માતા સરસ્વતીની મળશે કૃપા
  • સફળતા તમારા કદમ ચૂમશે

મોટાભાગે ઘણા માતા-પિતાની એવી ફરિયાદ હોય છે કે તેમના બાળકોનું અભ્યાસમાં મન નથી લાગતુ અને તે અકાગ્ર થઈને અભ્યાસ નથી કરતા. જણાવી દઈએ કે તેની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. પરંતુ આ સમસ્યા માટે વાસ્તુ પણ એક મુખ્ય કારણ હોઈ શકે છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બાળકોના અભ્યાસ માટે બનેલા સ્ટડી રૂમમાં વિદ્યાર્થીઓની સાથે સાથે માતા-પિતાને પણ ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સાથે જ સ્ટડી રૂમથી જોડાયેલા અમુક નિયમોનું પાલન પણ કરવું જોઈએ. આમ કરવાથી બાળકના સારા માર્ક્સ આવવાની સંભાવના વધી જાય છે.  

સ્ટડી રૂમ સાથે જોડાયેલા આ વાસ્તુ ઉપાયોનું કરો પાલન 

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર બાળકો માટે સ્ટડી રૂમ બનાવતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખો. જણાવી દઈએ કે સ્ટડી રૂમને હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ બનાવો. સાથે જ અભ્યાસનો રૂમ પૂર્વ ઉત્તર દિશામાં હોવાથી સૂર્ય દેવ, બુદ્ધિના કારક બુધ અને સુખ-સમૃદ્ધિના કારક ગુરૂની કૃપા બાળકો પર બની રહે છે. 
  • વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો ઘરની પશ્ચિમ દિશામાં સ્ટડી રૂમ બનેલો છે તો બાળકને હંમેશા પૂર્વ દિશામાં મોંઢુ કરીને અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે અને સારા પરિણામ મળવાની સંભાવના વધી જાય છે. 
  • વાસ્તુ નિષ્ણાંતો અનુસાર બાળકોને હંમેશા પશ્ચિમ કે દક્ષિણ દિશામાં સુવુ જોઈએ. એવું એટલા માટે કારણ કે પશ્ચિમ દિશામાં માથુ રાખીને સુવાથી અભ્યાસ કરવાની ઈચ્છામાં વધારો થઈ શકે છે. સાથે જ દક્ષિણ દિશામાં માથુ રાખીને સુવાથી બાળકોના સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. 
  • અભ્યાસના રૂમમાં વિદ્યાની દેવી માતા સરસ્વતી અને ભગવાન ગણેશજીની પ્રતિમા કે ચિત્ર જરૂર લગાવો. સાથે જ અભ્યાસ શરૂ કરતા પહેલા તેમની સામે હાથ જોડીને પ્રાર્થના કરો અને પછી એકાગ્ર મનથી અભ્યાસ શરૂ કરો. દરરોજ એવું કરવાથી સમયની સાથે ઘણા સકારાત્મક ફેરફાર આવશે. 

સ્ટડી રૂમમાં ન કરો આ કામ 

  • અભ્યાસ માટે બનેલા રૂમમાં ભોજન ન કરવું જોઈએ. એવુ કરો પણ છો તો પણ એંઢા વાસણોને તરત ત્યાંથી હટાવી લો. એમ કરવાથી માતા સરસ્વતી નારાજ થઈ શકે છે અને વિદ્યાર્થીને એકાગ્ર મનથી અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી શકે છે. 
  • સ્ટડી રૂમમાં ગંદકી જમા ન થવા દો. તેનાથી બાળકના અભ્યાસ પર ખરાબ અસર પડે છે. માટે અભ્યાસ સમયે સ્ટડી રૂમને સાફ કરો. બની શકે તો રૂમની નજીક ધૂપ કરીને રાખો. તેનાથી અભ્યાસમાં એકાગ્રકા વધે છે. 
  • વિદ્યાર્થીને મોડી રાત સુધી અભ્યાસ કરવાથી બચવું જોઈએ. એવું એટલા માટે કારણ કે મોડી રાત સુધી જાગવાના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. માટે રાત્રે જલ્દી સુઈને સવારે બ્રહ્મ મુહૂર્તમાં અભ્યાસ શરૂ કરો. એવું કરવાથી સ્વાસ્થ્ય સારૂ રહેશે અને એકાગ્રતામાં પણ વધારો થશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ