બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / vastu tips for home and happiness of family

ચૅક કરી લેજો / વારંવાર ઘરમાં કંકાસ થાય છે? ઘરની આ ભૂલોને તાત્કાલિક સુધારી લો નહીંતર...

Kinjari

Last Updated: 05:05 PM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં વારંવાર કંકાસ થવાનું કારણ માત્ર માણસોનો સ્વભાવ નહી પરંતુ વાસ્તુદોષ પણ હોઇ શકે છે. તમે પણ એકવાર ઘરમાં અરીસાની જગ્યા ચેક કરી લેજો.

  • વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં લગાવો અરીસો
  • ઘર કંકાસનું કારણ બને છે અયોગ્ય અરીસો
  • હંમેશા વાસ્તુ પ્રમાણે ઘરમાં લગાવો અરીસો

અરીસો દરેક ઘરમાં હોય છે. અરીસાના કારણે જ આપણે આપણી જાતને નિહાળી શકીએ છીએ. આપણે દિવસમાં ઓછામાં ઓછો બે વખત તો દર્પણનો ઉપયોગ કરતા જ હોઇશુ. દર્પણ વગરનુ કોઇ ઘર નહીં હોય. જો દર્પણ ખોટી દિશામાં હશે તો તે ઘરમાં કલેશનુ કારણ બની શકે છે. વાસ્તુ પ્રમાણે જો ઘરમાં અરીસો યોગ્ય દિશામાં ન હોય તો મુસીબત ઉભી થઇ શકે છે. જાણો દર્પણ સાથે જોડાયેલી કેટલીક વાસ્તુ ટિપ્સ

દર્પણમાં બેડ ન દેખાવો જોઇએ

વાસ્તુ અનુસાર પતિ-પત્ની પોતાના બેડ સામે અરીસો લગાવે તો તેમની વચ્ચે લડાઇ-ઝઘડા થવા લાગે છે. જો તમે ઇચ્છતા હો કે તમારા જીવનમાં લડાઇ-ઝઘડા ન થાય કે તમારી વચ્ચે કોઇ મનભેદ ન થાય તો તમારો બેડ અરીસામાં ન દેખાવો જોઇએ.

ડ્રોઇંગ રુમમાં અરીસો

ડ્રોઇંગ રુમની દક્ષિણ દિવાલ પર કાચ લગાવો. જો તેનો આકાર ગોળ હોય તો તે વધુ શુભ ગણાશે

તુટેલો અરીસો

ઘરમા કોઇ પણ જગ્યાએ તુટેલો અરીસો  ન રાખવો જોઇએ. ભલે તેની સાઇઝ નાની હોય કે મોટી, કે પછી કોઇ પણ બારી કે દરવાજા કે કોઇ વસ્તુનો કાચ કેમ ન હોય. જ્યારે ઘરમાં કોઇ પણ કાચ પર તિરાડ પડે તો તેને તાત્કાલિક બદલાવી દેવો જોઇએ નહીં તો ઘરમાં કલેશનુ વાતાવરણ ઉભુ થાય છે. 

કાચનુ તુટવુ

ઘરમાં કોઇ તુટેલો કાચ ન હોવો જોઇએ. એ વાત સાચી છે, પરંતુ એ વાત પણ સાચી છે કે જો કાચનો કોઇ ગ્લાસ તુટી જાય કે પછી કોઇ બીજી વસ્તુ જે કાચની હોય અને તુટી જાય તો વાસ્તુ અનુસાર તેને શુભ માનવામાં આવે છે. જો ઘરમાં કોઇ કાચ તુટે તો તમારી પર આવતી મુશ્કેલીઓ ટળી જાય છે. 

તીક્ષ્ણ કાચ ઘરમાં ન રાખો

ઘરની સુખ શાંતિ માટે ધારદાર કે તિક્ષ્ણ કાચ ન લગાવવા જોઇએ. જો આવા કાચ હોય તો તેની સીધી અસર ઘરના લોકોના આરોગ્ય પર પડે છે. કેટલીક વાસ્તુ ટિપ્સ અનુસાર સુતા પહેલા ઘરનો કાચ ઢાંકીને સુવુ જોઇએ. આમ કરવાથી તમારા ઘર પર કોઇ ખરાબ દ્રષ્ટિ પડતી નથી. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ