બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / vastu tips easy remedies of vastu shastra for progress and happiness

વાસ્તુશાસ્ત્ર / Vastu Tips: ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવી છે? તો અપનાવો આ ઉપાય, ઘરમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Arohi

Last Updated: 09:15 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: ઘરમાં વાસ્તુના અમુક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ નિયમોનું પાલન ન કરવા પર વાસ્તુ દોષ લાગે છે જેના નકારાત્મક પ્રભાવ પડે છે.

  • ઘરમાંથી દૂર થશે નકારાત્મકતા
  • આ નિયમોનું કરો પાલન 
  • વાસ્તુ દોષ થશે દૂર 

વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આપણા ઘરમાં રાખવામાં આવતી અમુક વસ્તુઓનો પ્રભાવ આપણા ઉપર પડે છે. ઘરમાં વાસ્તુના અમુક નિયમોનું પાલન કરવાથી વાસ્તુ દોષ લાગે છે. આવો જાણીએ કે વાસ્તુના કયા ઉપાયોને કરવાથી પ્રગતિ થશે. 

વાસ્તુના સરળ ઉપાય 

  • વાસ્તુ શાસ્ત્રમાં અમુક છોડને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમાં તુલસીનો મહત્વનો ભાગ છે. વાસ્તુના અનુસાર દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ. માનવામાં આવે છે કે ઘરોમાં તુલસીનો છોડ હોય તો ત્યાં ખુશીઓ આવે છે. ઘરની લક્ષ્મીને દરરોજ સાંજના સમયે તુલસીની પાસે ધીનો દિવો જરૂર કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 
  • પોતાના પૂજા સ્થળ પર દર મહિને ઘીનો દિવો જરૂર કરો. તેના ઉપરાંત સાંજના સમયે કપૂર સળગાવી આરતી કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. 
  • વાસ્તુ અનુસાર ક્યારેય પણ ઘરના મુખ્ય દ્વારની સામે સાવરણી ન રાખવી જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે અને તે ઘરમાં દરિદ્રતા આવે છે. જે ઘરના સદસ્યોથી માતા લક્ષ્મી નારાજ રહે છે ત્યાં ક્યારેય પણ સુખ-શાંતિ નથી આવતી. 
  • ભોજન કર્યા બાદ એંઠા વાસણ રૂમ કે ડાઈનિંગ ટેબલ પર ક્યારેય ન રાખો. ભોજન કર્યા બાદ ખરાબ વાસણ ધોવાના સ્થાન પર જ રાખવા જોઈએ. રાત્રે એંઠા વાસણ મુકી રાખવાથી ઘરમાં કંગાલી આવે છે. માન્યતા છે કે તેનાથી પૂર્વજ નારાજ રહે છે અને ઘરનું સુખ ચેન સમાપ્ત થઈ જાય છે. 
  • જૂતા-ચંપલ હંમેશા ઘરની બહાર કાઠ્યા બાદ જ અંદર પ્રવેશ કરવો જોઈએ. બહારથી આવવા પર જૂતા-ચંપલનું એક નિશ્ચિત સ્થાન હોવું જોઈએ. ક્યારેય પણ ભૂલથી પણ જૂતા પહેરીને બેડરૂમ સુધી ન જવું જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ