બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / vastu shastra for building new home Vastu Shastra for starting house construction

Vastu Shastra / નવું ઘર બનાવતી વેળાએ આટલું જરૂરથી ધ્યાનમાં રાખજો, નહીં તો આવી શકે છે ભારે નુકસાન વેઠવાનો વારો

Arohi

Last Updated: 04:42 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Shastra: વાસ્તુ શાસ્ત્રમાં ઘરના નિર્માણ સાથે જોડાયેલા નિયમ જણાવવામાં આવ્યા છે. વાસ્તુમાં નવા મકાનના પાયાથી લઈને તેની દરેક દિશાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. જાણો તેના વિશે.

  • ઘરના નિર્માણ સાથે જોડાયેલા છે વાસ્તુ નિયમો 
  • નવું ઘર બનાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન 
  • નહીં તો ઉઠાવવું પડશે ભારે નુકસાન 

વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. વાસ્તુમાં દરેક દિશાનું ખાસ મહત્વ હોય છે. વાસ્તુમાં ઘરમાં મુકવામાં આવેલી દરેક વસ્તુની નિશ્ચિત દિશા દર્શાવવામાં આવી છે. વાસ્તુમાં નવું ઘર બનાવવાના પણ અમુક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન ન કરવા પર નુકસાન ઉઠાવવું પડી શકે છે. આવો જાણીએ કે વાસ્તુમાં નવા ઘરના નિર્માણ સાથે જોડાયેલી કઈ વસ્તુઓ જણાવવામાં આવી છે. 

નવું ઘર બનાવતી વખતે રાખો આ વાતોનું ધ્યાન 
જો તમે નવું ઘર બનાવવા માંગો છો તો સૌથી પહેલા તેના માટે શુભ મહિનાની પસંદગી કરો. વૈશાખ, શ્રાવણ, કાર્તિક, માર્ગશીર્ષ અને ફાગળ મહિનામાં ગુહારમ્ભ કરવું ખૂબ શુભ હોય છે. માનવામાં આવે છે કે આ મહિનામાં શરૂ કરવામાં આવેલા કામથી આરોગ્ય અને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. 

પાયામાં મુરો આ વસ્તુ 
નવું મકાન બનાવવાનો પહેલો તબક્કો તેના પાયા ખોદવાનું છે. વાસ્તુ અનુસાર આ પાયામાં ધાતુનો એક સર્પ અને કળશ મુકવો શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તેનાથી શેષનાગ આ ભવનની રક્ષા કરે છે. તેના પાયામાં ચાંદીનો નાગ બનાવીને મુકવામાં આવે છે. ત્યાં જ કળશને ક્ષીરસાગનું પ્રતીક માનવામાં આવે છે. 

પાયામાં ચાંદીનો નાગ બનાવીને રાખવામાં આવે છે. ત્યાં જ કળશને ક્ષીરસાગરનું પ્રતીક માનવામાં આવે છે. તેમાં જળ અને દૂધ મિક્ષ કરેલું હોય છે. લક્ષ્મીજીના પ્રતિકના રૂપમાં તેમાં એક સિક્કો પણ નાખવામાં આવે છે. 

આવા પ્લોટ પર બનાવો મકાન 
વાસ્તુ અનુસાર ચોરસ અને લંબચોરસ મકાન જ ઉત્તમ હોય છે. લંબચોરસ મકાનમાં પહોળાઈના બે ઘણાથી વધારે લંબાઈ ન હોવી જોઈએ. જો પ્લોટ વર્ગાકાર હોય ત્યારે તેમાં આગળની જગ્યા છોડતા પાછળની તરફ મકાન બનાવવું જોઈએ. ત્યાં જ જો આ લંબચોરસ હોય ત્યારે તેમાં મકાન આગળ જ બનાવવું જોઈએ. મકાનની પાથછ પહાડ, મોટુ ઝાડ, માટી બિલ્ડિંગ હોવી ઉત્તમ માનવામાં આવે છે. 

મકાનમાં ખૂણાનું પણ ખાસ મહત્વ 
વાસ્તુમાં મકાનના ખૂણાનું પણ ખાસ મહત્વ હોય છે. ત્રણ અને છઃ ખૂણા વાળા ઘરને આયુ માટે ક્ષયકારક માનવામાં આવે છે. પાંચ ખૂણા વાળા ઘર સંતાનને કષ્ટ આપે છે. આઠ ખૂણા વાળા ઘર હંમેશા બીમારીઓનું ઘર રહે છે. 18 ખૂણાના મકાન ધનની હાનિ કે વિવાહ ન થવા જેવી સમસ્યા પેદા કરે છે. 

પૂજા બાદ જ નવા ઘરમાં થાય સિફ્ટ 
વાસ્તુ અનુસાર પૂજા કર્યા બાદ જ નવા ઘરમાં શિફ્ટ થવું જોઈએ. વાસ્તુ પૂજાની સાથે જ કુલદેવી પૂજા પણ કરવી જોઈએ. તેનાથી દરેક પ્રકારના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે અને દેવતા ઘરના સદસ્યોની રક્ષા કરે છે.  

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ