બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Vashram Sagathia's exclusive conversation with VTV

રાજકારણ / રાજીનામું કે સસ્પેન્ડ? વશરામ સાગઠિયાએ તારીખ અને ટાઈમ સાથે કરી ચોખવટ, ઈસુદાન ગઢવી સાથેની વાતનો પાડ્યો ફોડ

Dinesh

Last Updated: 07:15 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વશરામ સાગઠિયાએ VTV સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા જુના અને અનુભવી વ્યક્તિ કોંગ્રેસમાં સારા હોદ્દો પર આવ્યા છે એટલે મેં રાજીનામું આપ્યું છે

  • વશરામ સાગઠિયાની VTV સાથે ખાસ વાતચીત
  • 'મેં 18 તારીખે ઈસુદાનને રાજીનામુ આપી દીધું હતું'
  • 'સારા માણસ કોંગ્રેસમાં આવ્યા છે'

રાજકોટના રાજકારણમાં પહલ ચહલ મચી છે, રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાને પાર્ટીએ બરતરફ કર્યાની વાત સામે આવી હતી. જે મુદ્દે આપએ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ વશરામ સાગઠિયાને તમામ પદ પરથી હટાવી દીધોનો એક લેટર પણ સામે આવ્યો હતો છે. જે બાદ વશરામ સાગઠિયા સાથે VTVએ ખાસવાત કરી છે.

વશરામ સાગઠિયા શું કહ્યું ?
વશરામ સાગઠિયાએ VTV સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા જુના અને અનુભવી વ્યક્તિ કોંગ્રેસમાં સારા હોદ્દો પર આવ્યા છે એટલે મેં રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, હું ફરી કોંગ્રેસમાં જઈશ અને વશરામ સાગઠીયાએ 18 તારીખે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, 18 તારીખે મેં ઈસુદાન ગઢવીને વોટ્સએપ કરી રાજીનામું આપ્યું છે ત્યારે બાદ તેમની સાથે મારે વાત પણ થઈ છે, બીજી કોઈ વાત બીજો કોઈ ચગાવતા હોય તો તે મોટા થવાની વાત છે તેમણે વધુમાં જણાવ્યું કે, સારા માણસ કોંગ્રેસમાં આવ્યા છે તો ભવિષ્યમાં મને ચાન્સ મળે એટલે હાલ  પક્ષ સાથે અન્યાય નથી કરવું એટલે વહેલું રાજીનામું આપી દીધું છે. ભવિષ્યમાં હું કોંગ્રેસમાં જઈશ તેમ પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વશરામભાઈ અગાઉ પણ કોંગ્રેસમાં જ હતા કોર્પોરેશનના વિપક્ષ નેતા રહી ચુક્યા છે અને તેઓ કોંગ્રેસમાંથી જ આપમાં ગયા હતા તેમજ તેઓ ફરી કોંગ્રેસમાં આવવાની ફિરાકમાં છે.

વીડિયોને લઈ રાજકારણ ગરમાયું હતું.
અત્રે તમને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ વશરામ સાગઠિયા ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળ્યા હતા અને જેનો એક વીડિયોને લઈ રાજકારણ ગરમાયું હતું. 

સાગઠિયાની ઘર વાપસી થશે
આપને જણાવી દઈએ કે, AAP નેતા વશરામ સાગઠિયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાતા તેઓ પણ તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, થોડા મહિનાઓ બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જ હતા. ત્યારે ગઈકાલે શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરોની સાથેનો વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠિયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ હતી. જોકે, હવે એટકળો હકીકત તરફ આગળ વધી રહી છે.

કોણ છે વશરામ સાગઠિયા?
- વશરામ સાગઠિયા મૂળ બોટાદના પાળીયાદ ગામના રહેવાસી છે
- તેઓ ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ AAPમાં જોડાયા હતા
- રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી AAPએ વશરામ સાગઠિયાને આપી હતી ટિકિટ
- આ જ બેઠક પરથી પાતળી સરસાઇથી તેઓ ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા.
- હાલમાં વશરામ સાગઠિયા રાજકોટના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ