બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Vande Bharat train fares can still be cheaper after a 25% cut in July

મોટા સમાચાર / જુલાઇમાં 25%ના કાપ બાદ વંદે ભારત ટ્રેનનું ભાડું હજુ પણ થઈ શકે સસ્તું, 70% બેઠક ખાલી રહેતા ફૂલ સ્પીડમાં આયોજન

Priyakant

Last Updated: 04:25 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vande Bharat Train News: વંદે ભારત ટ્રેનમાં આવનારા દિવસોમાં કેટલાક રૂટના ભાડામાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે, અગાઉ પણ ભારતીય રેલ્વેએ વંદે ભારત ટ્રેનોના ભાડામાં 25 ટકાનો કર્યો હતો ઘટાડો

  • વંદે ભારત ટ્રેનના ભાડાને લઈ મોટા સમાચાર 
  • આવનારા દિવસોમાં વધુ સસ્તી થઈ શકે છે મુસાફરી 
  • કેટલાક રૂટના ભાડામાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે 

વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવી આવનારા દિવસોમાં વધુ સસ્તી થઈ શકે છે. આગામી દિવસોમાં વંદે ભારત ટ્રેનોના કેટલાક રૂટના ભાડામાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. અગાઉ ભારતીય રેલ્વેએ વંદે ભારત ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો. 

File Photo

નવી વંદે ભારત ટ્રેનો વિવિધ રૂટ પર સતત દોડાવવામાં આવી રહી છે. પરંતુ રેલવેની ચિંતા એ વાતની છે કે, અડધી સીટો પણ ભરાતી નથી. આ જ કારણ છે કે, વંદે ભારત ટ્રેનના ભાડામાં વધુ 10 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ભારતીય રેલ્વેના જુદા જુદા ઝોન ભાડામાં ઘટાડો કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે. રેલ્વેનું માનવું છે કે, આ ટ્રેનોમાં સીટો ખાલી રાખવા કરતાં મુસાફરોને સસ્તામાં મુસાફરી કરવાની તક આપવી વધુ સારું છે.

File Photo

ભારતીય રેલ્વે આવતા વર્ષે ફેબ્રુઆરી 2024 થી વંદે ભારત ટ્રેનો ચલાવવંદે ભારત ટ્રેનમાં આવનારા દિવસોમાં કેટલાક રૂટના ભાડામાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે, અગાઉ પણ ભારતીય રેલ્વેએ વંદે ભારત ટ્રેનોના ભાડામાં 25 ટકાનો કર્યો હતો ઘટાડોવાની યોજના પર કામ કરી રહી છે. પરંતુ હાલની વંદે ભારત ટ્રેનોની ઓછી ઓક્યુપન્સી જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે ઈન્દોર-ભોપાલ વંદે ભારત પાસે જૂન મહિનામાં 29 ટકા ઓક્યુપન્સી છે અને રિટર્ન રૂટમાં 21 ટકા છે. એટલે કે 70 ટકાથી વધુ બેઠકો ખાલી રહી. 

File Photo 

નાગપુર-બિલાસપુરની સરેરાશ ઓક્યુપન્સી 55 ટકા હતી અને ભોપાલ-જબલપુર વંદે ભારત ટ્રેનની માત્ર 32 ટકા હતી. જોકે, કાસરગોડ-ત્રિવેન્દ્રમ વંદે ભારત ટ્રેનનો કબજો 183 ટકા રહ્યો છે. જ્યારે રિટર્ન રૂટમાં સરેરાશ 176 ટકાનો ઓક્યુપન્સી જોવા મળી હતી. વારાણસી-દિલ્હીમાં સરેરાશ 128 ટકા ઓક્યુપન્સી જોવા મળી છે, જ્યારે રિટર્ન જર્ની 124 ટકા છે. આ કારણોસર જુલાઈ મહિનામાં જ વંદે ભારત ટ્રેનના ભાડામાં 25 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અન્ય એસી ટ્રેનો ઉપરાંત, અનુભૂતિ વિસ્ટાડોમ કોચવાળી ટ્રેનો પણ આ કપાતમાં સામેલ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ