vadodara MS Uni. Fine Arts Faculty Controversy, The student who placed Disputed display was identified
આવા સંસ્કાર /
MS યુનિ. ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક ડિસ્પ્લે મૂકનારની થઇ ઓળખ, પ્રથમ વર્ષના વિદ્યાર્થીની હતી કરતૂત
Team VTV10:58 AM, 06 May 22
| Updated: 11:01 AM, 06 May 22
રેપના સમાચારના પેપર કટિંગથી આર્ટ તૈયાર કર્યાં, દેવી-દેવતાઓનું કરાયું અપમાન, વિદ્યાના ધામમાં આ પ્રકારની હરકત શા માટે?
MS યુનિ. ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદ
ડિસ્પ્લે મૂકનાર વિદ્યાર્થિની ઓળખ થઈ
પ્રથમ વર્ષના કુંદનનું હતું વાંધાજનક આર્ટવર્ક
ગુજરાતની સંસ્કારીનગરી એટલે કે, વડોદરા.પરંતુ ગઈકાલે સંસ્કારીનગરીમાં એવું કૃત્ય થયું છે. જે શર્મસાર કરનારું છે. કારણ કે, અહીં વિદ્યાનાધામમાં આર્ટના નામે ભગવાનના કટ આઉટ બનાવાયા અને તેના બેગ્રાઉન્ડમાં રેપના ન્યૂઝ રાખી દેવી-દેવતાઓનું અપમાન કરાયું. સાથે જ એવા આર્ટનું પણ પ્રદર્શન કરાયું જેને વિદ્યાના ધામને શર્મસાર કર્યું છે.
ડિસ્પ્લે મૂકનાર વિદ્યાર્થીની ઓળખ છતી થઈ
MS યુનિ. ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક ડિસ્પ્લે મૂકવા મામલે વિવાદમાં ડિસ્પ્લે મૂકનાર વિદ્યાર્થિની ઓળખ થઈ ચૂકી છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થી કુંદને આ કરતૂત કરી હતી અને વાંધાજનક આર્ટવર્ક કરી કેટલાય વિદ્યાથીઓને લાગણી દુભાવી હતી. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના એક્ઝિબિશનમાં કુંદન આર્ટવર્ક તૈયાર કરી ડિસ્પ્લેમાં લાવ્યો હતો. અધ્યાપકોએ કુંદનને વાંધાજનક આર્ટવર્ક ન લાવવા સૂચના આપી હોવા છતાં કુંદને ડિસ્પલેમાં આર્ટવર્ક મુક્યા હતા.
યુનિવર્સિટી તપાસ કમિટી રચી
વિવાદ વકરતા MS યુનિવર્સિટીએ ફેક્ટ ફાઈન્ડ કમિટીની રચના કરી છે. બિભત્સ ચિત્રોના મામલે ફાઈન આર્ટસ ફેકલ્ટી પહેલા પણ વિવાદમાં આવી હતી. 2006, 2008, 2017, 2018માં ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદમા આવી હતી. ત્યારે હવે સમગ્ર મામલે સત્ય શોધક સમિતિ તપાસ કરી રિપોર્ટ સોંપશે
શું છે સમગ્ર મામલો
તાજેતરમાં M.S યુનિવર્સિટીમાં ફાઇન આટ્સ વિભાગમાં એક આર્ટ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં ન્યૂઝ પેપરમાંથી દેવી દેવતાના કટ આઉટ ડિસપ્લેમાં રખાયા હતાં. જેમાં દેવી દેવતાના કટ આઉટમાં બેકગ્રાઉન્ડમાં દુષ્કર્મના ન્યૂઝ રાખવામાં આવ્યા હતાં. જેમાં જૂદા-જુદા ભગવાનના કટ આઉટમાં દુષ્કર્મ કેસના ન્યૂઝ હતાં. મહત્વનું છે કે, ફાઇન આર્ટસના વિદ્યાર્થી દ્રારા આ કટ આઉટનું પ્રદર્શન થયું હતું. દેને લઈને સિન્ડિકેટ સભ્ય તેમજ વિદ્યાર્થી પંખના નેતાઓ દ્વારા ફાઇન આર્ટ ફેકલ્ટી સામે વિરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કટ આઉટમાં દુષ્કર્મની ઘટનાનો ઉલ્લેખ જાણી જોઇને કરાયો હતો.
મામલો થાળે પાડવા MS યુનિવર્સિટીમાં પોલીસ બોલાવાઈ
બીજી બાજુ ગઈકાલે આ મામલે ફેકલ્ટીના ડીનને સિન્ડીકેટ સભ્ય હસમુખ વાઘેલા ABVP, હિન્દુ સંગઠનો અને ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સત્તાધીશો વચ્ચે રજૂઆત ઉગ્ર બનતાં મામલો ઠાળે પાડવા MS યુનિવર્સિટીમાં પોલીસ બોલાવવામાં વખત આવ્યો હતો. મહત્વનું છે કે,યુનિવર્સિટ દ્વારા વિવાદ વધુ વકરે તે પહેલા ડિસ્પ્લે કટઆઉટ દૂર કરાયા હતાં તો આ તરફ હસમુખ વાઘેલાએ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીનના રાજીનામાની માગ કરી હતી.
ફેકલ્ટીના ડીનને લુલો બચાવ કર્યો
જો કે,આ સમગ્ર મામલે ફેકલ્ટીના ડીનનો લુલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, આ અમારી ફેકલ્ટીના ડિસ્પ્લેમાં નથી મુકાયું .મહત્વનું છે કે, આ મામલે પોલીસની હાજરીમાં ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ AVBPએ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરનાર વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવાની અને ફેકલ્ટી ડીન જયરામ નું રાજીનામું લેવા પણ માંગ કરી છે