બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / vadodara kapurai national highway private bus and truck accident four death

દુર્ઘટના / ઓવરટેકની લ્હાયમાં વડોદરા હાઈવે પર જોરદાર અકસ્માત, બસ ટ્રેલર સાથે અથડાતા 4ના ઘટનાસ્થળે જ મોત, 15 ઇજાગ્રસ્ત

Dhruv

Last Updated: 09:28 AM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે 15 ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.

  • ઓવરટેક કરવાની લ્હાયમાં વધુ એક ગંભીર અકસ્માત
  • વડોદરાનાં કપુરાઇ બ્રિજ નેશનલ હાઇવે પર અકસ્માત
  • બસ ટ્રેલર સાથે અથડાતા 4નાં મોત, 15 લોકો ઇજાગ્રસ્ત

વડોદરાનાં કપુરાઇ બ્રિજ નેશનલ હાઇવે પર રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી બસનો ટ્રેલર સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 મુસાફરોના સ્થળ પર જ મૃત્યુ થયા છે જ્યારે 15 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઓવરટેક કરતી વેળાએ ઘઉં ભરેલા ટ્રેલર સાથે બસનો ગંભીર અકસ્માત સર્જાયો છે.

ઇજાગ્રસ્તોને બસના પતરા કાપીને બહાર કઢાયા

જોકે આ અકસ્માત બાદ ટ્રેલરચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ ટ્રેલરમાં ઘઉં ભર્યા હતા. હાલમાં આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસ ચાલકો અંગે વારંવાર ફરિયાદ થઇ છે. આ અકસ્માતમાં બસના પતરા કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે તેના પરથી જ ખ્યાલ આવી જશે કે બસ કેટલી સ્પીડમાં હશે અને તે ટ્રક સાથે પણ કેવી ધડાકાભેર અથડાઇ હશે. જેના કારણે બસનો કુચડો બોલી ગયો હતો.

ઓવરટેક કરવાની લ્હાયમાં મુસાફરોએ જીવ ખોવવાનો વારો આવ્યો

તમને જણાવી દઇએ કે, આ અકસ્માત વહેલી સવારે થયો છે. ઓવરટેક કરવાની લ્હાયમાં મુસાફરોએ જીવ ખોવવાનો વારો આવ્યો છે. ડ્રાઇવરની એક ભૂલના કારણે ડ્રાઇવર સહિત 4 લોકોને ઘટનાસ્થળે જ કાળ ભરખી ગયો. જ્યારે 15 લોકો તો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યાં છે.

મહત્વનું છે કે, હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસ ચાલકો અંગે અનેક વાર ફરિયાદ કરવામાં આવી છે. છતાં હજુ સુધી આ મામલે કોઈ પગલાં નથી લેવાતા. ત્યારે એકવાર ફરી વડોદરાનાં કપુરાઇ બ્રિજ નેશનલ હાઇવે પર બેફામ બસચાલકના ડ્રાઇવિંગના કારણે  હાઈવે પર અનેક વાહનચાલકો બેફાન વાહનો હંકારતા હોય છે જેને પગલે આવા અકસ્માતો સર્જાતા રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ