બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / vadodara dabhoi MLA Shailesh Mehtas post People skilled in loyalty lose in acting

વડોદરા / 'વફાદારીમાં માહિર લોકો અદાકારીમાં હારી જાય છે', MLA શૈલેષ મહેતાની પોસ્ટથી રાજકારણ ગરમાયું

Kishor

Last Updated: 09:55 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે શૈલેષ મહેતાની સોશિયલ મીડિયાની પોસ્ટથી રાજકારણ ગરમાયું છે.

  • ડભોઇથી ધારાસભ્ય શૈલેષ મહેતાની વિરોધીઓ માટે પોસ્ટ
  • સેન્સ પ્રક્રિયા વચ્ચે શૈલેષ મહેતાની પોસ્ટથી રાજકારણ ગરમાયું
  • "વફાદારીમાં માહિર લોકો અદાકારીમાં હારી જાય છે" 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વડોદરા સહિત અનેક બેઠકોમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  ત્યારે આજે ડભોઇ MLA શૈલેષ મહેતાએ વિરોધીઓ માટે પોસ્ટ મુકતા રાજકારણ ગરમાવ્યું છે. સેન્સ પ્રક્રિયા વચ્ચે શૈલેષ મહેતાએ પોસ્ટ વાયરલ કરી હતી. જેમાં જણાવ્યું કે, 'વફાદારીમાં માહીર લોકો અદાકારીમાં હારી જાય છે'ની પોસ્ટ વહેતી કરી હતી. જે ને લઇને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઑ જાગી છે.

ભાજપ દ્વારા ત્રિમંદિર ખાતે લેવામાં આવી રહી છે સેન્સ
આ તરફ વડોદરા રૂરલ માટે ભાજપની ત્રિમંદિર ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઇ છે. ડભોઇ અને વાઘોડિયા વિધાનસભાની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ચીમન સાપડિયા, પ્રભુ વસાવા અને તૃપ્તિબેન વ્યાસ સેન્સ લઇ રહ્યા છે. પહેલા તબક્કામાં ડભોઇ વિધાનસભાની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ દરમિયાન ડભોઇમાંથી 7 જેટલા ઇચ્છુક દાવેદાર સેન્સ આપી રહ્યા છે. વાઘોડિયામાંથી 6 ઈચ્છુક દાવેદાર સેન્સ આપી રહ્યા છે. સેન્સને લઇને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ત્રિમંદિર ખાતે હાજર રહ્યા હતા.


ડભોઇથી 7 ઇચ્છુક ઉમેદવારોએ નોંધાવી છે દાવેદારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ગઇકાલે ભાજપ દ્વારા નિરીક્ષકો નિમાયા છે. જેમાં વડોદરામાં નિમાયેલા  નિરીક્ષક શંકરસિંહ ચૌધરી, વીણાબહેન પ્રજાપતિ અને જનક પટેલ  વડોદરામાં પહોંચ્યા હતા. જ્યાં પાંચ બેઠક માટે ભાજપ કાર્યાલય ખાતે દાવોદારોના અભિપ્રાય મેળવ્યા હતા. સૌપ્રથમ રાવપુરા બેઠક માટે અભિપ્રાય લેવાયા હતા. હવે આવતીકાલે તા.28મીના રોજ માંજલપુર, શહેર વાડી વિધાનસભાની બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ