બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / vadodara child trafficking scam 4 accused arrest

ચાઇલ્ડ ટ્રાફિકિંગ / વડોદરામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ: પોલીસ કમિશનરે કરી SITની રચના, 4 આરોપીઓને દબોચ્યા

Dhruv

Last Updated: 11:06 AM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડ મામલે વડોદરા પોલીસે બાળકીના માતા-પિતાની ઓળખ કરવા DNA સેમ્પલ લઇ લીધા તેમજ 4 આરોપીઓને દબોચી લીધા છે.

  • વડોદરાના બાળ તસ્કરીના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ
  • માતા-પિતાની ઓળખ કરવા પોલીસે લીધા DNA સેમ્પલ
  • વડોદરા પોલીસ કમિશનરે કરી SITની રચના

વડોદરા સહિત દેશભરમાં બાળકોના તસ્કરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસે રેલવે સ્ટેશન ઉપરથી બાળકોની તસ્કરી કરી તેમને સપ્લાય કરતી ગેંગના પતિ-પત્ની સહિત 4 આરોપીઓને પણ ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી બાળકીનો પણ કબજો મેળવી લીધો છે. ત્યારે આ મામલે પોલીસે બાળકીના માતા-પિતાની ઓળખ કરવા DNA સેમ્પલ પણ લઇ લીધા છે. બાળકીના સોદામાં વકીલની પણ સંડોવણી હતી તેમજ ડૉક્ટર, નર્સ તથા સ્ટાફની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. આથી, આ સમગ્ર મામલે વડોદરા પોલીસ કમિશનરે SITની રચના કરી છે.

જાણો શું હતી સમગ્ર ઘટના?

વડોદરા પોલીસનાં ડીસીપી અભય સોનીનાં નેતૃત્વવાળી ઝોન 2 LCB ટીમને એવી માહિતી મળી હતી કે, દિલ્હીથી મહિલા સહિત બે શખ્સ એક નવજાત બાળકીને લઇ વડોદરામાં રહેતાં એક નિ:સંતાન દંપત્તિને સોંપવા આવી રહ્યાં છે. જેનાં આધારે એલસીબીની ટીમે રાવપુરા શી ટીમને સાથે રાખી વડોદરા રેલવે સ્ટેશન પાસેથી નવજાત બાળકી સાથે દિલ્હીનાં કરોલબાગ ખાતે રહેતી પૂજા હરિશંકર નામની મહિલા તેમજ તેની સાથે દિપક શિવચરણ નામનાં ઇસમને ઝડપી લીધા હતાં.

બંને પાસેથી મળી આવેલ બાળકી અંગે પૂછપરછ હાથ ધરતા તેઓ તે બાળકી પંજાબથી લાવ્યાં હોવાનું ખૂલ્યું હતું. માત્ર 8 દિવસની આ બાળકીને પંજાબથી દિલ્હી લાવી ટ્રેન મારફતે તેઓ વડોદરા લાવ્યા હતા. શહેરના સલાટવાડા વિસ્તારમાં તુલસીભાઇની ચાલીમાં રહેતાં બંગાળી દંપત્તિ સૌરભ વેરા અને તેમની પત્ની સોમા વેરા સાથે તેઓએ આ બાળકીનો 2.50 લાખમાં સોદો કર્યો હતો. પરંતુ વડોદરામાં આ માસુમ બાળકી વેચાય એ પહેલાં જ પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરી દીધો હતો.

હાલ ચારેય આરોપીઓ પોલીસ રિમાન્ડ પર

હાલ આ ઘટનામાં પોલીસે બાળક ખરીદનારા દંપતિ સૌરભ અને સોમા વેરા તેમજ  બાળકીને વેચવા આવેલાં પૂજા અને દિપકની પણ ધરપકડ કરી લીધી છે. અત્યારે ચારેય આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. ચોરી કરનાર ભાવેશ રાજગોર રીઢો આરોપી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં બાળકીને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ