બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / vadodara Bootlegger police son including the son of a policeman seized liquor

લીલાલેર બંધ / બુટલેગર પોલીસ પુત્ર.! વડોદરામાં દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મીના લાડકા સહિત 3 ઝબ્બે, 5.80 લાખનો મુદ્દામાલ જપ્ત

Kishor

Last Updated: 09:22 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં દારૂની હેરાફેરીમાં પોલીસના પુત્રની સંડોવણી ખુલતા ચકચાર મચી છે. બીજી બાજુ સંસ્કારીનગરીમાં પોલીસ પુત્ર બુટલેગર ઝડપાતા દારૂના દુષણને પોલીસ જ પોષણ આપતી હોય તેવો ઘાટ સર્જાયો છે.

  • વડોદરામાં દારૂની હેરાફેરીમાં પોલીસનો પુત્ર ઝડપાયો
  • બાપોદ પોલીસ સ્ટેશનના જવાનનો પુત્ર દારૂમાં ઝડપાયો
  • અભિષેક સોલંકી લાંબા સમયથી કરતો હતો દારૂનો ધંધો 

વડોદરા સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં દારૂનું દુષણ વકરી રહ્યું છે અને દારૂબંધિમા ઢીલીનીતિને પગલે વડોદરા પોલીસની આબરૂ અનેક વખત ધૂળધાણી થઈ છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે વડોદરામાં પોલીસનો પુત્ર જ દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવતા પોલીસ પણ અવાચક બની હતી. હાલ તો પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

5.81 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આજે વડોદરા શહેરમાં દારૂની હેરા ફેરી કરતા કેટલાક શખ્સોને પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં બાપોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા પોલીસ જવાનનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. તેનું નામ અભિષેક સોલંકી છે અને તે લાંબા સમયથી દારૂનો ધંધો કરતો હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે. જેને પગલે પોલીસે રૂપિયા 1.68 લાખના વિદેશ દારૂ સાથે રૂપિયા 5.81 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ કરી તમામ આરોપીને પકડવાના ચક્રો ગતીમાન કર્યા છે. 


પાણીગેટ પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

હાલ તો સમગ્ર મામલે દારૂની હેરાફેરી સહિતને ગેરકાયદે કરવામાં આવતી પ્રવૃતી અંગે પાણીગેટ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજૂ પણ બે આરોપી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ ફરાર બંને આરોપીને પકડવા માટેના ચક્રો ગતીમાન કરી પકડવાની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા પંથકમાંથી જ દારૂનો વધુ એક મસમોટો જથ્થો ઝડપાયો હતો. જેમ્સ કરજણ ભરથાણા ટોલનાકા પર ઇલેક્ટ્રોનિક સામાનના બિલની આડમાં દારૂ લઈ જવાતો હોવાની બાતમીને લઈ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ને.હા નં.48 પરથી દારૂ ભરેલ આઇસર ગાડી ઝડપી પાડી હતી. પોલીસે 48 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 48048 બોટલ ઝડપી ક્રાઈમ બ્રાન્ચે રૂ 48 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ