બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / uttarkashi tunnel update: Horizontal pipeline Drilling work is 67 percent finished

ખુશખબરી / ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 11માં દિવસે શુભ સમાચાર, PMOના સલાહકારે આપ્યું મોટું અપડેટ, બસ 2 કલાક

Vaidehi

Last Updated: 08:14 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરકાશી ટનલ: હોરિઝોંટલ પાઈપ નાખવાનું 67% ડ્રિલિંગ કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રધાનમંત્રી કાર્યાલયનાં પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ પરિસ્થિતિ અંગે માહિતી આપી.

  • ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાનો આજે 11મો દિવસ
  • 41 મજૂરોને બચાવવા ભારતીય રેસ્ક્યૂ ટીમ એક્શનમાં
  • હોરિંઝોંટલ પાઈપ નાખવાનું 67% કામ પૂર્ણ

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર નિકાળવાનાં સંબંધમાં બુધવારે સાંજે મોટો અપડેટ આવ્યો. માહિતી અનુસાર ઘટનાસ્થળ પર હોરિઝોંટલ પાઈપ નાખવાનું લગભગ 67% ડ્રિલિંગ કામ પૂર્ણ થઈ ગયું છે. 45 મીટર સુધી પાઈપને અંદર નાખી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયનાં પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ આજે સાંજે કહ્યું કે આવતા ચરણનું કામ 2 કલાકમાં શરૂ થઈ જશે.

ભાસ્કર ખુલ્બેનું નિવેદન
ખુલ્બે હાલમાં ઉત્તરાખંડ પર્યટન વિભાગમાં વિશેષ કાર્યકારી અધિકારી છે. તેમણે કહ્યું કે,' મને તમને જણાવતાં ખુશી થાય છે કે અમે છેલ્લાં 1 કલાકથી જે કામ કરી રહ્યાં હતાં, અમે અમેરિકન ઓગર મશીનની મદદથી 6 મીટરની લંબાઈ સુધી ડ્રિલ કર્યું છે. મને આશા છે કે આવનારાં 2 કલાકમાં આવતાં ચરણનું કામ શરૂ થઈ જશે.'

રેસ્ક્યૂ કામમાં આવી તેજી
39 મીટર પાઈપલાઈન નાખવાની ઘોષણા પહેલા પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન કરવામાં આવી હતી. વધુ 6 મીટરની પાઈપલાઈન સાથે કુલ 45 મીટર સુધીની પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહમદ અન્ય લોકોનું મનોબળ વધારી રહ્યાં છે. તમામ કાર્યકર્તાઓને યોગ, કીર્તન, વોકિંગ જેવી અન્ય ગતિવિધિઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેથી તેમનું મનોબળ ઊંચું રહે.

આવનારાં 3 મીટક અત્યંત મહત્વનાં..
સૂત્રો અનુસાર આવતાં 3 મીટર સૌથી મહત્વપૂર્ણ રહેશે. હજુ સુધી 45 મીટર સુધીનું ખોદકામ કરવામાં આવ્યું છે. મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે 57 મીટર સુધી ડ્રિલિંગ કરવાની આવશ્યકતા રહેશે. 8મી પાઈપનો અડધો ભાગતો અંદર પહોંચી ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ