બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Uttar Pradesh: PM Modi inaugurates the Saryu Nahar National Project in Balrampur

સરયુ પ્રોજેક્ટ ઉદ્ધાટન / પોતાના બહાદુર સેનાપતિની શહાદત પર PM મોદી દુઃખી, યુપીમાં બિપિન રાવતની યાદમાં જાણો ફરી શું કહ્યું

Hiralal

Last Updated: 03:48 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બલરામપુરમાં સરયૂ નહેર પ્રોજેક્ટના ઉદ્ધાટન પ્રસંગે PM મોદીએ ફરી વાર જનરલ બિપિન રાવતને યાદ કર્યાં

  • યુપીના બલરામપુરમાં સરયૂ નહેર પ્રોજેક્ટના ઉદ્ધાટન પ્રસંગ
  • PM મોદીએ ફરી વાર જનરલ બિપિન રાવતને યાદ કર્યાં
  • કહ્યું,  બિપિન રાવતનું દુખદ નિધન ભારત માટે મોટી ક્ષતિ 

પોતાના બહાદુર સેનાપતિ અને દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતની શહાદત પર વ્યથિત પ્રધાનમંત્રી મોદીએ ફરી વાર તેમને યાદ કર્યાં છે. યુપીના બલરામપુરમાં રાષ્ટ્રીય પ્રોજેક્ટના ઉદ્ધાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જનરલ બિપિન રાવતને યાદ કરતા એક મોટું નિવેદન આપ્યું છે. 

સીડીએસ જનરલ બિપિન રાવતનું દુખદ નિધન ભારત માટે મોટી ક્ષતિ 

સરયૂ નહેર પ્રોજેક્ટના ઉદ્ધાટન બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતનું દુખદ નિધન ભારત માટે મોટી ક્ષતિ છે. જનરલ બિપિન રાવતજી જેટલા જાંબાજ હતા, દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે જેટલી મહેનત કરતા હતા, આખો દેશ તેનો સાક્ષી છે. જનરલ બિપિન રાવત આવનાર દિવસોમાં પોતાના ભારતના નવા સંકલ્પોની સાથે, તો જ્યાં હશે ત્યાંથછી ભારતને આગળ વધતા જરુરથી જોશે.

દુખમાં છીએ પરંતુ દર્દ સહન કરીને આપણે આપણી પ્રગતિ રોકવાની નથી 

મોદીએ કહ્યું કે દુખમાં છીએ પરંતુ દર્દ સહન કરીને આપણે આપણી પ્રગતિ કે ગતિ રોકતા નથી. ભારતે અટકશે નહીં, ભારત પાછીપાની નહીં કરે, દેશની સીમાઓની સુરક્ષા વધારવાનું કામ, બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવાનું કામ, દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન, ત્રણેય સેનાઓમાં તાલમેલને બેહતર કરવાનું કામ, આવા અનેક કામ ઝડપથી આગળ વધતા રહેશે. 

યુપીના બલરામપુરમાં  સરયુ નહેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બલરામપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં સરયુ નહેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. સરયુ કેનાલ પ્રોજેક્ટનું સ્વપ્ન આખરે 43 વર્ષ બાદ સાકાર થયું છે. આ 808 કિલોમીટર લાંબી નહેર યોજનાનો લાભ ગોંડા, બલરામપુર, બહરાઈચ, શ્રાવસ્તી સહિત નવ જિલ્લાના ખેડૂતોને મળશે. તેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે.

PM મોદીનાં અખિલેશ યાદવ પર પ્રહાર 

PM મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે અગાઉ મહિલાઓ ઘરથી બહાર નીકળતા ડરતી હતી. અગાઉની સરકારમાં માફિયાઓ ફાવી ગયા હતા અને હવે તેઓ ડરે છે. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર મહિલાઓ માટે કામ કરે છે માટે અમે આવાસ યોજનામાં મહિલાના નામે ઘર આપ્યા હતા. તેમના ઘરોમાં ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય જેવી બેઝિક જરૂરિયાત ઊભી કરાવી. અખિલેશ યાદવની જૂની સરકાર અંગે તેમણે કહ્યું હતું કે તેમનું કામ માત્ર ફિટ કાપવાનું એટલે કે ઉદ્ઘાટનો કરવાનું છે અમે તે બધા કામ પૂરા પણ કરીએ છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ