બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / uttar pradesh ayodhya the poor will now get free ration till holi

જાહેરાત / દિવાળી પર CM યોગીની મોટી જાહેરાત, ગરીબોને આવતી હોળી સુધી મફત આપશે આ વસ્તુ

ParthB

Last Updated: 03:14 PM, 4 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના ગરીબોને હવે કોરોનાના સમયગાળા દરમિયાન વિતરણ કરવામાં આવતા મફત રાશનની સુવિધા હોળી સુધી મળશે. દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ CM યોગીએ આ અંગે જાહેરાત કરી

  • હવે ઉત્તર પ્રદેશમાં ગરીબોને હોળી સુધી મફત રાશન મળશે
  • અનાજની સાથે એક-એક કિલો તેલ, કઠોળ અને મીઠું આપવાની જાહેરાત
  • રાજ્યના 15 કરોડ લોકોને મફત અનાજ યોજનાનો લાભ મળશે

 યોગી સરકારે હોળી સુધી રાશન આપવાની જાહેરાત કરી 

સીએમ યોગીએ કહ્યું કે કેન્દ્ર સરકારે નવેમ્બર સુધી રાશન આપવાની જાહેરાત કરી હતી, અમે તેને હોળી સુધી લંબાવી રહ્યા છીએ. અમારી સરકારે નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રી અન્ન યોજનાનો લાભ માર્ચ સુધીમાં આપવામાં આવશે. આ અંતર્ગત અંત્યોદય પરિવારને 35 કિલો અનાજની સાથે કઠોળ, ખાદ્યતેલ, એક કિલો મીઠું, એક કિલો ખાંડ આપવામાં આવશે.

વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ

રાજ્યના 15 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી અંત્યોદય યોજનાના વિસ્તરણનો લાભ મળશે. સીએમ યોગીએ કહ્યું કે પાત્રતા ધરાવતા પરિવારોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવશે. જો એક પરિવારમાં 7 સભ્યો હોય તો તે પરિવારને 35 કિલો અનાજ આપવામાં આવશે. જેમાં ચોખા અને ઘઉંની સાથે એક કિલો મીઠું, તેલ અને કઠોળ પણ આપવામાં આવશે. તેનાથી ગરીબ પરિવારો પરનો બોજ ઓછો થશે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ડિસેમ્બરથી અનાજ છૂટા કરવામાં આવશે.

રામ રાજ્યના સંકલ્પને આગળ વધારવાના પ્રયાસો

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રામ રાજ્યના પરિકલ્પનાને આગળ લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ જાહેરાત કરવા માટે આ સ્થળથી વધુ સારી જગ્યા ન હોઈ શકે. સીએમ યોગીએ કેન્દ્રની મોદી સરકાર દ્વારા કોરોનાના સમયગાળા દરમિયાન લોકોના જીવ બચાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે આ વૈશ્વિક સંકટનો મજબૂતીથી સામનો કર્યો.લોકોને રાશન, રોજગાર, મફત તપાસ, મફત સારવાર અને હવે કોરોનાથી રક્ષણ એટલે કે રસી આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ