બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Usman Khawaja wrote a message on his shoes in support to palestine

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ બૂટ પર લખ્યો મેસેજ, પાકિસ્તાન સાથેની મેચ પહેલા જ હંગામો, સપોર્ટમાં કરી સમાનતાની વાત

Vaidehi

Last Updated: 07:31 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઑસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજા સતત ઈઝરાયલ-પેલેસ્ટાઈન જંગ પર કંઈને કંઈ કમેન્ટ કરતાં રહે છે. હવે પાકિસ્તાનની સામે થવાની ટેસ્ટથી પહેલા પણ તેમણે પોતાના જૂતાની મદદથી એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે.

  • ઑસ્ટ્રેલિયા vs પાકિસ્તાન ટેસ્ટ સીરીઝ પહેલાં વિવાદ
  • ઓપનર ઉસ્માન ખ્વાજાનો એક ફોટો વિવાદમાં 
  • જૂતા પર ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ મામલે સંદેશો લખ્યો

ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે 14 ડિસેમ્બરથી પહેલા ટેસ્ટ સીરીઝની શરૂઆત થશે. બંને ટીમો 3 ટેસ્ટ મેચની આ સીરીઝમાં સૌથી પહેલા પર્થમાં આમને-સામને થશે. પણ આ મેચ પહેલા જ એક વિવાદ શરૂ થઈ ગયો છે જે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં કારણે થયો છે.

જૂતા પર લખ્યો સંદેશ
ઑસ્ટ્રેલિયાનાં ઓપનર ઉસ્માન ખ્વાજા સતત ઈઝરાયલ-પેલેસ્ટાઈન જંગ પર કંઈને કંઈ કમેન્ટ કરતાં રહે છે. હવે પાકિસ્તાનની સામે થવાની ટેસ્ટથી પહેલા પણ તેમણે પોતાના જૂતાની મદદથી એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પ્રેક્ટિસ દરમિયાન એવા શૂઝ પહેરીને આવ્યાં જેના પર એક સ્પેશિયલ મેસેજ લખવામાં આવ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ જૂતા પર લખ્યું હતું કે આઝાદી એક માનવાધિકાર છે અને તમામ જીવ એકસમાન છે. આ સંદેશો પેલેસ્ટાઈનનાં સપોર્ટમાં લખવામાં આવી હતી.

મેચથી પહેલા વિવાદ
મેચથી પહેલા જ આ ફોટો વાયરલ થયો જેના લીધે વિવાદ છેડાઈ ગયો. ICCનાં નિયમ અનુસાર કોઈપણ ઈંટરનેશનલ મેચ કે સીરીઝની વચ્ચે કોઈ ખેલાડી કે ટીમ સાથે સંકળાયેલો કોઈ વ્યક્તિ રાજકીય નિવેદન કે સંદેશ ન આપી શકે. જો કે સીરીઝની હજુ સુધી શરૂઆત નથી થઈ અને ઉસ્માન ખ્વાજાએ પ્રેક્ટિસ દરમિયાન આ જૂતા પહેર્યાં હતાં.  ઉસ્માન ખ્વાજા પહેલાં પણ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદે ઘણાં વોકલ રહ્યાં છે. તેમણે સતત પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું છે અને ઈંટરનેશનલ કમ્યૂનિટીને આ મામલા પર એક્શન લેવા માટે અપીલ પણ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ