બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / US Attack In Syria: US attack on places associated with Iran in Syria, 9 killed

BIG BREAKING / US Attack In Syria: સીરિયામાં ઈરાન સાથે સંકળાયેલા સ્થળો પર અમેરિકાનો એટેક, 9નાં મોત

Megha

Last Updated: 08:44 AM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકા આડકતરી રીતે કૂદી પડ્યું છે. હવે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા સ્થળો પર એટેક કર્યો હતો.

  • ઈઝરાયલ-હમાસ યુદ્ધને અમેરિકા ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે
  • સીરિયામાં ઈરાન સાથે સંકળાયેલા સ્થળો પર અમેરિકાનો એટેક
  • કહ્યું, અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે 

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારના રોજ સીરિયા પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ 9 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો.

હુમલામાં 9 લોકોના મોતના સમાચાર  
હવે એ વાત તો નોંધનીય છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધને અમેરિકા ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે, બુધવારે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને બે અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે અમેરિકાએ સીરિયામાં કોઈ સ્થળને નિશાન બનાવ્યું હોય. આ હુમલામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. 

અમારા સૈનિકોની રક્ષા કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ નથી
આ માહિતી અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને આપી છે. તેમણે કહ્યું કે અમેરિકી જવાનો સામેના હુમલાના જવાબમાં અમેરિકી યુદ્ધ જહાજોએ પૂર્વી સીરિયામાં ઈરાન સાથે જોડાયેલ હથિયારોના વેરહાઉસ પર હુમલો કર્યો.આ કાર્યવાહીથી અમે સાબિત કર્યું કે અમેરિકા તેના સૈનિકોના હિત માટે કંઈ પણ કરશે.

અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે 
અગાઉ 26 ઓક્ટોબરના રોજ યુએસ આર્મીએ સીરિયામાં બે હથિયારો અને સામાનના વેરહાઉસ પર હુમલો કર્યો હતો, જેનો ઉપયોગ IRGC અને સંલગ્ન જૂથો દ્વારા કરવામાં આવતો હોવાનો આરોપ હતો. જોકે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.  આ સાથે જ અમેરિકાએ માહિતી આપી હતી કે ઈરાન સમર્થિત જૂથ દ્વારા 17 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 40 એવા હુમલા કરવામાં આવ્યા છે જેમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકા ઈરાન અને તેના સાથી દેશોને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના કારણે તે ઈરાની સમર્થિત લક્ષ્યો પર હુમલો કરી તેનું નિયંત્રણ કરી રહ્યું છે. 

ગાઝામાં 10,500થી વધુ લોકો માર્યા ગયા 
હવે જ્યારથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકન સૈનિકો પર હુમલા વધી ગયા છે. જણાવી દઈએ કે 7 ઓક્ટોબરના રોજ આતંકી સંગઠન હમાસે ગાઝાથી એક સાથે 5 હજાર રોકેટ છોડીને ઈઝરાયેલમાં તબાહી મચાવી હતી. આ હુમલાઓમાં 1400 થી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યારપછી ઈઝરાયલની સેના પણ ગાઝા પટ્ટીમાં હમાસને જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ગાઝાના 10,500થી વધુ લોકો માર્યા ગયા છે. આ માહિતી હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે. 

જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટ જૂથને ફરી વધતા રોકવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ 2,500 અમેરિકન સૈનિકો ઈરાકમાં અને લગભગ 900 અમેરિકન સૈનિકો સીરિયામાં તૈનાત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ