બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Uproar in BJP's sens process in Rajkot

રોષ / ભાજપની સેન્સ પ્રક્રિયામાં હોબાળો: નિરીક્ષકોએ ચાલતી પકડી તો લોકો રોડ સુધી દોડ્યા, કાર્યકરોમાં નારાજગી

Malay

Last Updated: 09:35 AM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રાણીંગા વાડી ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા વગર નીકળી જતાં હોબાળો થયો હતો.

  • રાજકોટની રાણીંગા વાડી ખાતે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં હોબાળો
  • નિરીક્ષકો ટેકેદારો અને સમાજના લોકોને સાંભળ્યા વગર જ થયા રવાના
  • નિરીક્ષકો પાછળ લોકો રોડ સુધી પહોંચી ગયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં રાણીંગા વાડી ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા વગર નીકળી જતાં હોબાળો થયો હતો. ટેકેદારોને સાંભળ્યા વગર નિરીક્ષકો રવાના થતાં કાર્યકરો રોષે ભરાયા હતા અને તેમની પાછળ લોકો રોડ સુધી પહોંચી ગયા હતા. જોકે, રોષે ભરાયેલા કાર્યકરો દ્વારા નિરીક્ષકોને રસ્તા વચ્ચે અટકાવવામાં આવ્યા બાદ નિરીક્ષકો ફરી રાણીંગા વાડી ખાતે પહોંચ્યા હતા અને સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈને ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા હતા.

રાણીંગા વાડીમાંથી નિરીક્ષકો નીકળી ગયા
અમદાવાદના સાંસદ ડૉ.કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી ભરત બારોટ અને વંદના મકવાણાએ રાજકોટમાં રાણીંગા વાડી સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. સેન્સ પ્રક્રિયા બાદ સમાજ-સંસ્થા તથા ટેકેદારોને સાંભળવાની શરૂઆત થઇ હતી. આ દરમિયાન દાવેદારના સમર્થનમાં સમાજના ટોળે-ટોળા આવતા નિરીક્ષકોએ ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા વગર જ ચાલતી પકડી હતી.

નિરીક્ષકો પાછળ લોકો રોડ સુધી પહોંચી ગયા
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી નિરીક્ષકોને સાથે લઇ નીકળી ગયા હતા. જે બાદ કાર્યકરો રોષે ભરાયા હતા અને નિરીક્ષકોની પાછળ રોડ સુધી પહોંચી ગયા હતા. રોષે ભરાયેલા કાર્યકરો દ્વારા તેમને રસ્તા વચ્ચે અટકાવવામાં આવ્યા હતા જેને પગલે નિરીક્ષકો ફરી રાણીંગા વાડી ખાતે પહોંચ્યા હતા.

નિરીક્ષકો રવાના થતાં દાવેદારો અને કાર્યકરોમાં કચવાટ
જે બાદ સાંસદ ડૉ.કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી ભરત બારોટ અને વંદના મકવાણાએ ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા હતા. રાજકોટ પૂર્વ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અરવિંદ રૈયાણીની સામે 21 નેતાઓને દાવેદારી નોંધાવી છે. રાજકોટની પશ્ચિમ બેઠક પર કમલેશ મીરાણી, ડૉ. દર્શિતા શાહ, નીતિન ભારદ્વાજ, અનિલ દેસાઈ, કશ્યપ શુક્લ, બીનાબેન આચાર્ય, જગદીશ કોટડીયા, હર્ષિત કાવર, તેજસ ભટ્ટી અને કમલેશ વાઘેલાએ દાવેદારી નોંધાવી છે.

પૂર્વ બેઠક પક દાવેદારોનો રાફડો ફાટ્યો
પૂર્વ બેઠકના દાવેદારની વાત કરીએ તો પૂર્વ બેઠક પર રમેશ પરમાર, સંજય ગોસ્વામી, અરવિંદ રૈયાણી, અસ્વિન મોલ્યા, દલસુખ જાગાણી, બાબુભાઇ માટીયા, પરેશ લીંબાસીયા, જયંતિ સરધારા, ઉદય કાનગડ, ભારતીબેન પરસાણા, દેવાંગ કુકાવા, પોપટ ટોળીયા, ખીમજી મકવાણા, મનસુખ પીપળીયા, તેજસ ભટ્ટી, વલ્લભભાઈ દુધાત્રા, સંજય હિરાણી, રશિક વોરા, મુકેશ રાદડિયા અને રશિલા સાકરીયાએ દાવેદારી નોંધાવી છે.

જાણો દક્ષિણ બેઠક પર કોણે નોંધાવી દાવેદારી
ગોવિંદ પટેલ,  ધનસુખ ભંડેરી,  ડૉ. ભરત બોઘરા, રમેશ ટીલાળા, ભારતી પરસાણા, સંજય ઘવા, વિનુ ઘવા, રમેશ ઘવા, ઉદય કાનગડ, વી.પી. વૈષ્ણવ, નીતિન રામાણી, નરેન્દ્ર સોલંકી અને 
જયંતિ સરધારાએ દક્ષિણ બેઠક પર દાવેદારી નોંધાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ