બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Unseasonal rains in Rajpiplamand of Narmada and Dabhoi of Vadodara district

માવઠું / ગુજરાતમાં ફરી વરસાદી વિધ્ન! આ બે જિલ્લામાં ધોધમાર વરસ્યો, હજુ 24 કલાક ભારે માવઠાની આગાહી

Dinesh

Last Updated: 11:48 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rains: નર્મદાના રાજપીપળામાં કમોસમી વરસાદ રૂપી મુસીબત વરસી છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઇમાં કમોસમી વરસાદ ખાબક્યો છે

  • વડોદરાના ડભોઇમાં કમોસમી વરસાદ શરુ થયો
  • કમોસમી વરસાદ શરુ થતાં ઠંડીમાં થયો વધારો
  • કપાસ અને તુવેરના પાકને નુક્સાનની ભીતિ


રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદ ખાબક્યો છે. નર્મદાના રાજપીપળામાં કમોસમી વરસાદ રૂપી મુસીબત વરસી છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઇમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે

રાજપીપળામાં કમોસમી વરસાદ
નર્મદા જિલ્લાના રાજપીપળામાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના પગલે ખેડૂતોને ચિંતા વધી છે, અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ વરસાદ વરસ્યો હતો. કપાસ અને તુવેરના પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. સતત અડધો કલાક વરસાદ પડતા ચોમાસાનો માહોલ સર્જાયો છે. 

ડભોઇમાં કમોસમી વરસાદ
વડોદરા જિલ્લાના ડભોઇમાં કમોસમી વરસાદ શરુ થયો છે. કમોસમી વરસાદનું આગમન થતા ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસ્યો છે. ખેડૂતોના કપાસ, દિવેલા, તુવેર જેવા પાકોમાં નુકસાનની ભિતી સેવાઈ રહી છે.

વાંચવા જેવું: ગુજરાત પર ફરી સંકટના વાદળ! આગામી 24 કલાકમાં જ રાજ્યના આ વિસ્તારો પર મેઘરાજા વરસશે

આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી
આ બાબતે હવામાન વિભાગનાં અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમ્યાન વાતાવરણની વાત કરીએ તો , આગામી 24 કલાકમાં ગુજરાતનાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.  તે બાદનાં 24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે. જીલ્લાની વાત કરીએ તો નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ