બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Unseasonal rain in Ahmedabad, heavy rain in many districts including Banaskantha

VIDEO / અમદાવાદમાં વરસાદે છોતરાં કાઢ્યા, બનાસકાંઠામાં પણ બઘડાટી, જુઓ ક્યાં કેવો માહોલ

Dinesh

Last Updated: 04:27 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Latest News: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે, અમદાવાદમાં પણ ચોમસા જેવો માહોલ સર્જાયો છે

 

રાજ્યના વાતાવરણમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બદલાવ આવ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે અમદવાદમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. એકાએક અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી વાતવારણમાં અમદમ ઠંડક પ્રસરી હતી.

પોરબંદરમાં કમોસમી વરસાદ
પોરબંદર જિલ્લામાં પણ માવઠુ પડ્યુ છે. માવઠાના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા રવીપાકમાં નુકસાન થયુ છે. બરડા પંથકના મોઢવાડા. રામવાવ, બગવદર અને કુણવદર સહિતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમે વરસાદ વરસતા ધાણા,જીરું, ઘઉં સહિતના પાકમાં નુકસાન થયુ છે

વડાલી અને ઈડર પંથકમાં વરસાદ
સાબરકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. વડાલી અને ઈડર તાલુકા પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. માથાસુર, ચામુ, ફલાસણ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે

બહુચરાજી સહિતના પંથકમાં વરસાદ
મહેસાણા જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બહુચરાજી, ઊંઝા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ઝરમર શરૂ થયેલ વરસાદ થોડા સમયમાં ધોધમાર વરસ્યો હતો. બહુચરાજી સહિતના પંથકમાં વરસાદ સાથે કરા પડયા હતા તો વરસાદથી જીરું, એરંડા સહિતના પાકમાં ભારે નુકશાનની શક્યતા છે.

બનાસકાંઠા મુસીબતનો માવઠો
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. પાલનપુર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભુતેડી ગામમાં લગ્નમાં વરસાદનુ વિઘ્ન આવ્યો છે. ભુતેડી ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વરસાદના કારણે લગ્નનો મંડપ પણ ઉડી ગયો છે. લગ્નની સિઝનમાં કમોસમી વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

 લીંબડીના શહેરી વિસ્તારમાં વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લાના અનેક પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. લીંબડીના શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જીરું, એરંડા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતિત છે. 

વધુ વાંચો: અમદાવાદમાં AMCની ઉલટી ગંગા વહી, રસ્તાઓ પહોળા કરવાના બદલે સાંકડા થઇ રહ્યાં છે, વાહનચાલકો હેરાન

લગ્ન મંડપ ભારે પવનના કારણે ધરાશાયી
રાજકોટમાં વરસાદ લગ્નમાં વિધ્ન બન્યો છે. કાલાવડ રોડ પર આલેલ સોસાયટીમાં બાંધેલ લગ્ન મંડપ ભારે પવન સાથે વરસાદ આવતા મંડપ ધરાશાયી થયો હતો...ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ