બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / United States praised the friendship between Russia and India

સંબંધ / રશિયા બાદ હવે અમેરિકાએ પણ ફરી કર્યા ભારતના વખાણ, PM મોદીને કહ્યું - Thanks

Dhruv

Last Updated: 10:39 AM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ યુદ્ધ શરૂ છે. જેનો આજે આઠમો દિવસ થયો છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ગેરહાજર રહીને ભારત એક રીતે પોતાના સૌથી જૂના મિત્રને સમર્થન આપી રહ્યું છે. ત્યારે દેખીતી રીતે જોઇએ તો આ બાબત અમેરિકાને એક તરફ નુકસાન પહોંચાડી રહ્યું હશે.

  • બિડેનનો ભારત સાથેની નવી મિત્રતાને મજબૂત બનાવવાનો પ્રયાસ
  • ભારત વોટિંગ દૂર રહેતા રશિયાએ માન્યો ભારતનો આભાર
  • ભારત સાથે અમારું મહત્વપૂર્ણ હિત દાવ પર : નેડ પ્રાઈસ

જો બિડેનથી લઈને ઘણાં અધિકારીઓ અને સેનેટરો ભારત સાથે તેમની નવી મિત્રતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમેરિકાના એક ટોચના સેનેટરે બુધવારનાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચે વધતી મિત્રતા માટે અમેરિકા ભારતના લોકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છે. નજીકના પૂર્વ, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા અને આતંકવાદ વિરોધી સેનેટ ફોરેન રિલેશન્સ સબકમિટીના અધ્યક્ષ સેનેટર ક્રિસ મર્ફીએ જણાવ્યું હતું કે, "યુએસ-ભારતનાં સંબંધો ચોક્કસપણે ક્યારેય મજબૂત રહ્યાં નથી. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા આપણી વધતી મિત્રતા માટે ભારતના લોકો અને વડાપ્રધાનનો આભારી છે.'

કનેક્ટિકટના ડેમોક્રેટિક સેનેટરએ ભારત-યુએસનાં સંબંધો પર સેનેટર કોંગ્રેસની સુનાવણીમાં પોતાની પ્રારંભિક ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય સંબંધો સારા કારણોસર વધી રહ્યાં છે. હવેથી પાંચ વર્ષ બાદ ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. તેમણે જણાવ્યું કે, તે પહેલેથી જ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગયા વર્ષે તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા હતી.

ભારત પાસે વિશ્વની બીજા નંબરની સૌથી મોટી સેના

તેમણે કહ્યું કે, ભારત પાસે વિશ્વની બીજા નંબરની સૌથી મોટી સેના છે. વૈશ્વિક મહામારી દરમિયાન ભારતનો બાયોફાર્માસ્યુટિકલ ઉદ્યોગ યુનાઇટેડ સ્ટેટ્સ અને બાકીના વિશ્વમાં પીપીઇ કીટ અને રસીઓના મુખ્ય ઉત્પાદક તરીકે ઉભરી આવ્યો છે. મર્ફીએ જણાવ્યું કે, વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ સ્પષ્ટપણે યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંબંધોને દ્વિપક્ષીય સમર્થન છે.

કંઇક અલગ જ સંબંધો છે ભારત-રશિયાના

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવ પર વોટિંગ કરવાથી ભારત દૂર રહ્યું હતું. રશિયાએ વીટોનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. રશિયાએ તેના સ્ટેન્ડ માટે ભારતનો આભાર માન્યો હતો. આ સાથે જ અમેરિકાએ પણ કહ્યું હતું કે, અમને આનાથી કોઈ સમસ્યા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના પ્રશાસને કહ્યું હતું કે, ભારતનો રશિયા સાથેનો સંબંધ અમેરિકા અને રશિયાના સંબંધોથી કંઇક અલગ જ છે. આમાં ચિંતા કરવા જેવું કંઈ જ નથી.

વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસએ કહ્યું કે, ભારત સાથે અમેરિકાના મહત્વના હિત અને મૂલ્યો જોડાયેલા છે. પ્રાઇસએ શુક્રવારનાં જણાવ્યું હતું કે, "ભારત સાથે અમારું મહત્વપૂર્ણ હિત દાવ પર છે." અમે ભારત સાથે મહત્વપૂર્ણ મૂલ્યો શેર કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે, ભારતના રશિયા સાથેના સંબંધો એ સંબંધોથી અલગ છે કે જે અમારી અને રશિયા વચ્ચે છે. વાસ્તવમાં તેમાં કોઈ જ સમસ્યા નથી.”

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ