બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / UN is concerned about the children who are victims of the war between Israel and Gaza

Israel Hamas War / ઈઝરાયલ-ગાઝા વચ્ચેની જંગમાં ભોગ બનતા બાળકોને લઇ UN ચિંતિત, કહ્યું 'આ બધું બંધ કરો'

Priyakant

Last Updated: 01:58 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Latest News : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે કહ્યું, આ યુદ્ધમાં દરરોજ મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકો મરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ બધું ગાઝામાં બંધ થવું જોઈએ

  • યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કરી મોટી અપીલ 
  • ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં વધી રહેલા મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી
  • સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામની અપીલ કરી 

Israel Hamas War : યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં વધી રહેલા મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામની પણ અપીલ કરી હતી. એક ન્યૂઝ એજન્સીએ રવિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના એક નિવેદનને ટાંકીને કહ્યું કે, આ યુદ્ધમાં દરરોજ મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકો મરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ બધું ગાઝામાં બંધ થવું જોઈએ. હું તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ માટે હાકલ કરું છું.

યુએન સેક્રેટરી જનરલે ચિંતા વ્યક્ત કરી 
યુએન સેક્રેટરી જનરલે ગાઝાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, 24 કલાકથી ઓછા સમયમાં ગાઝામાં યુએન દ્વારા સંચાલિત શરણાર્થી શિબિર પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ડઝનેક લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

પેલેસ્ટિનિયન નાગરિકોએ કેમ્પમાં આશ્રય લીધો હતો
આ સાથે તેમણે કહ્યું કે, યુદ્ધને કારણે હજારો પેલેસ્ટિનિયન નાગરિકોએ ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવવામાં આવેલા કેમ્પમાં આશરો લીધો છે. તેમણે કહ્યું કે હું ફરીથી પુનરાવર્તન કરું છું કે, પરિસર પર હુમલો કરવો યોગ્ય નથી.

11 હજારથી વધુ લોકોના મોત 
7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલા બાદ ઈઝરાયલની સેના ગાઝામાં હમાસની જગ્યાઓ પર કાર્યવાહી કરી રહી છે. આ યુદ્ધને કારણે ગાઝામાં 11,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝામાં મરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ઈઝરાયલની કાર્યવાહીને કારણે ગાઝામાં માનવીય સંકટનો ખતરો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ અલ શિફા હોસ્પિટલમાં દાખલ 31 બાળકોને બહાર કાઢ્યા છે જેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. સોમવાર સુધીમાં ગાઝામાં મૃત્યુઆંક 11,078 હતો, જેમાં 4,506 બાળકો અને 3,027 મહિલાઓનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ