બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Ukrainian President Zelensky shared a video that he is in kiv

VIDEO / ભીષણ યુદ્ધ વચ્ચે અડધી રાતે રસ્તા પર ઉતર્યા યુક્રેનના રાષ્ટ્રપતિ, કહ્યું ભાગ્યો નથી, જુઓ વાયરલ વીડિયો

Khyati

Last Updated: 11:24 AM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉગ્ર હુમલા વચ્ચે મોડી રાત્રે રસ્તા પર નીકળેલા રાષ્ટ્રપતિ ઝેલેન્સકી. વીડિયો શેર કરીને જણાવ્યુ કે હું ભાગ્યો નથી કીવમાં જ છું.

  • યુક્રેનના રાષ્ટ્રપતિએ જાહેર કર્યો વીડિયો
  • કિવમાં રસ્તા પરનો એક વીડિયો જાહેર કર્યો
  • અમે દેશદ્રોહી નથી- ઝેલેન્સ્કી

રશિયાના સતત હુમલાને પગલે યુક્રેનની રાજધાની કિવ ઘેરાઇ ગયુ છે.  તેમ છતાં પણ  રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેંસ્કી પોતાના જ દેશમાં હોવાની ખાતરી થઇ છે જેની પુષ્ટિ એક વીડિયો દ્વારા થઇ છે. રાષ્ટ્રપતિ જેલેસ્કીએ પોતે વીડિયો જાહેર કર્યો. 

વીડિયોમાં શું કહ્યું રાષ્ટ્રપતિએ  

સલાહકારો અને પ્રધાનમંત્રીથી ઘેરાયેલા જેલેંસ્કીએ યુક્રેનની રાજધાની કિવમાં રસ્તા પરનો એક વીડિયો જાહેરકરતા કહ્યું કે , અમે કીવમાં છીએ અને યુક્રેનની રક્ષા કરી રહ્યા છીએ.

અગાઉ જારી કરાયેલા અન્ય એક વિડિયોમાં ભાવનાત્મક અપીલ કરતાં ઝેલેન્સકીએ કહ્યું હતું કે, "હું યુક્રેનમાં છું અને મારો પરિવાર યુક્રેનમાં છે." મારા બાળકો યુક્રેનમાં છે. તેઓ દેશદ્રોહી નથી. તેઓ યુક્રેનનો નાગરિક છે. અમને એવી માહિતી મળી છે કે હું અને મારો પરિવાર દુશ્મનનું પહેલું નિશાન છીએ.

ઝેલેન્સ્કીએ ખુદ શેર કર્યો વીડિયો 

ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા તેમને ખતમ કરવા અને યુક્રેનને રાજકીય રીતે નષ્ટ કરવા માંગે છે.

પુતિને વાતચીતની ઓફર કરી હતી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે યુક્રેનને દેશ પર સર્વત્ર યુદ્ધ શરૂ કર્યા પછી વાટાઘાટો માટે મ્સિકકમાં મળવાની ઓફર કરી હતી. પુતિન ઇચ્છે છે કે યુક્રેન એક વાજબી સ્થિતિ માટે સંમત થાય જે તેને નાટોમાં જોડાતાં અટકાવે. નાટોમાં જોડાવું એ યુક્રેન માટે લાંબા સમયથી આકાંક્ષા છે.

ઝેલેન્સકીએ સુરક્ષા ગેરંટી માંગી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે બધું યુક્રેનને જે સુરક્ષા ગેરંટી મળશે તેના પર નિર્ભર રહેશે. "અમે રશિયન રાષ્ટ્રપતિના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. બંને પક્ષો વાતચીતના સ્થળ અને સમય પર ચર્ચા કરી રહ્યા છે,

રશિયાએ શુક્રવારે રાત સુધી યુક્રેન પર હુમલો ચાલુ રાખ્યો 

રશિયાએ શુક્રવારે રાત સુધી યુક્રેન પર હુમલો ચાલુ રાખ્યો અને કિવ શહેર પર જોરદાર હવાઈ હુમલો કર્યો. 24 ફેબ્રુઆરીએ, રશિયન આક્રમણમાં 137 યુક્રેનિયનો માર્યા ગયા. બીજી તરફ, યુક્રેન સરકારે કહ્યું કે પહેલા દિવસે 1,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ