બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / ukraine advisor of the president Mykhailo Podolyak said that launching chandrayaan doesnt mean that India understands the world

વિશ્વ / ચંદ્રયાન લૉન્ચ કર્યું એનો મતલબ એ નથી કે ભારત બુદ્ધિમાન છે: વિવાદિત નિવેદન આપીને ફસાયું યુક્રેન, હવે આપી સફાઇ

Vaidehi

Last Updated: 05:38 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂક્રેની રાષ્ટ્રપતિ જેલેંસ્કીનાં સલાહકારે ભારત-ચીનને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે,' આ દેશોની બૌદ્ધિક ક્ષમતા કમજોર છે.'

  • યૂક્રેની સલાહકાર પોડોલ્યાકે કરી વિવાદસ્પદ ટિપ્પણી
  • ભારત ચીન અને તુર્કીની બૌદ્ધિક ક્ષમતા પર કર્યો પ્રશ્ન
  • કહ્યું  ' આ દેશોની બૌદ્ધિક ક્ષમતા કમજોર છે.'

યૂક્રેની રાષ્ટ્રપતિ જેલેંસ્કીનાં સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે બુધવારે કંઈક એવી ટિપ્પણી કરી કે જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો. તેમણે ભારતીયો અને ચીનીઓની બૌદ્ધિક ક્ષમતા પર આપત્તિજનક ટિપ્પણી કરી.  જો કે વિવાદ શરૂ થયાં બાદ યૂક્રેનનાં વિદેશ મંત્રાલયે વાતને વાળીને પોતાનો બચાવ કરી લીધો છે.

'આ દેશોની બૌદ્ધિક ક્ષમતા કમજોર છે'
બુધવારે પોડોલ્યાકે કહ્યું હતું કે ભારત ચંદ્રયાન લૉન્ચ કરી રહ્યું છે એનો અર્થ એ નથી કે તેઓ આધુનિક દુનિયાને સમજે છે. ભારત, ચીન અને તુર્કીનાં નામનો ઉલ્લેખ કરતાં પોડોલ્યાકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે,' ભારત, ચીન, તુર્કી સાથે શું સમસ્યા છે? તેમની સાથે સમસ્યા એ છે કે તેઓ એ વાતનું વિશ્લેષણ નથી કરતાં કે જે તેઓ કરી રહ્યાં છે તેના પરિણામ શું આવશે. દુર્ભાગ્યથી આ દેશોની બૌદ્ધિક ક્ષમતા કમજોર છે. હા, તેઓ વિજ્ઞાનમાં રોકાણ કરે છે, ભારતે ચંદ્રયાન પણ લૉન્ચ કર્યું છે અને તેનું રોવર ચંદ્રની સપાટી પર ટ્રેકિંગ પણ કરી રહ્યું છે પરંતુ તેનાથી એવું નક્કી નથી થઈ જતું કે આ દેશ સંપૂર્ણપણે સમજી ગયું છે કે આધુનિક દુનિયા કોને કહેવામાં આવે છે.'

ભારતીય દૂતાવાસે આપી પ્રતિક્રિયા
પોડોલ્યાકની આ ટિપ્પણી પર ભારતની તો કોઈ પ્રતિક્રિયા નહોતી આવી. પરંતુ દિલ્હી સ્થિત યૂક્રેનનાં દૂતાવાસે કહ્યું કે તેઓ પોડોલ્યાકનાં વિચારોનું સમર્થન નથી કરતાં. દિલ્હીમાં યૂક્રેનનાં એક પ્રવક્તાએ કહ્યું કે આ પોડોલ્યાકનાં પોતાના વિચાર છે. તેમણે જે કહ્યું તે યૂક્રેનનાં વિદેશ મંત્રાલય અને યૂક્રેનનાં રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી નથી કહેવામાં આવ્યું.

પોડોલ્યાક પોતાની જ વાતથી ફરી ગયાં
વિવાદ શરૂ થયાં બાદ પોડોલ્યાકે પોતાના ટ્વિટમાં  રશિયા પર આરોપ લગાડતાં કહ્યું કે રશિયન પ્રોપાગાંડા અંતર્ગત તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે લખ્યું કે,' ક્લાસિક રશિયન પ્રોપાગાંડા-સંદર્ભથી અલગ વાતો ફેલાવવું,અર્થ બદલીને નિવેદન રજૂ કરવું અને સંઘર્ષ વધારવાનાં ઉદેશ્યથી ટાર્ગેટ ઓડિયન્સને ઉશ્કેરવું. તુર્કી, ભારત, ચીન અને અન્ય ક્ષેત્રીય શક્તિઓ આધુનિક દુનિયામાં વૈશ્વિક ભૂમિકાઓનો દાવો કરી રહી છે જે યોગ્ય પણ છે  અને ઐતિહાસિક, આર્થિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને રાજનૈતિક કારણ પણ છે. આ દેશોની ભૂમિકાઓ રશિયાની સરખામણીએ ઘણી વ્યાપક છે. પરંતુ દુનિયા ક્ષેત્રીય અને રાષ્ટ્રીય હિતોથી પણ ઘણી વ્યાપક છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ