બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / U19 World Cup: All-round Musheer Khan, bowlers help India steamroll New Zealand, start Super Six with big win

U19 World Cup / ભારતીય ક્રિકેટરો ધૂંઆધાર ફોર્મમાં, સતત ત્રીજી મેચમાં જીત, સેમી ફાઈનલમાં સ્થાન પાક્કું ! ન્યૂઝીલેન્ડને 212થી હરાવ્યું

Hiralal

Last Updated: 09:49 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડર 19 વર્લ્ડ કપમાં ભારત મજબૂત સ્થિતિમાં છે. ભારતના નવલોહિયા ક્રિકેટરોએ આજે સતત ત્રીજી જીત મેળવી હતી.

  • અંડર 19 વર્લ્ડ કપમાં ભારત મજબૂત સ્થિતિમાં 
  • સતત ત્રીજી મેચમાં જીત
  • ન્યૂઝીલેન્ડને 214 રનથી હરાવ્યું 
  • નેપાળ સામે જીતી જતાં જ મળશે સેમીની ટિકિટ 

અંડર 19 વર્લ્ડ કપમાં ભારતે જીતની હેટ્રિક નોંધાવી છે.  ભારતીય ટીમે લીગ સ્ટેજમાં જીતની હેટ્રિક કર્યા બાદ સુપર 6ની પહેલી મેચ પણ જીતી હતી. સુપર 6ની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 214 રને કચડી નાખ્યું હતું. આ મેચમાં પ્રથમ રમતાં ભારતે 295 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 81 રનના સ્કોર પર જ ધરાશાયી થઈ ગઈ હતી. આ જીત સાથે જ ભારતીય ટીમે સેમીફાઈનલની દાવેદારી પણ મજબૂત કરી લીધી છે. સુપર 6માં ભારતીય ટીમ પોતાની બીજી મેચ 2 ફેબ્રુઆરીએ નેપાળ સામે રમશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે, હાલનું ફોર્મ જારી રાખીને ટીમ સેમિ ફાઈનલમાં એન્ટ્રી લેશે. 

ભાઈ મુશીરે 131 રન સાથે ઝડપી બે વિકટ 
ભારતીય ટીમની આ જીતમાં મુશીર ખાન હીરો હતો. તેણે 131 રનની ઈનિંગ રમ્યા બાદ 10 રન આપીને બે વિકેટ પણ ઝડપી હતી. તે 325 રન સાથે ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર છે અને 3 ઇનિંગ્સમાં 4 વિકેટ પણ ઝડપી ચૂક્યો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બે સદી ફટકારી છે. આ સાથે તે અંડર-19 વર્લ્ડ કપની એક સિઝનમાં બે કે વધુ સદી ફટકારનારો શિખર ધવન બાદનો બીજો ભારતીય બની ગયો છે. મુશીર સરફરાઝ ખાનનો નાનો ભાઈ છે, જેને સોમવારે 29 જાન્યુઆરીએ ટીમ ઈન્ડિયામાં પહેલી વખત પસંદ કરવામાં આવ્યો છે. આ મેચમાં પ્રથમ રમતાં ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 295 રન બનાવ્યા હતા. મુશીરના 131 રન ઉપરાંત ઓપનર આદર્શ સિંઘે પણ 52 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન ઉદય સહારને 34 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બોલરોએ એવો કમાલ દેખાડયો હતો કે, ન્યૂઝીલેન્ડની ટીમ 100 રન પણ બનાવી શકી નહતી. ભારત તરફથી રાજ લિંબાણીએ બોલિંગ શરૂ કરી હતી અને પહેલી જ ઓવરમાં 0 પર બે વિકેટ ઝડપી હતી.

મુશીર ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર સરફરાઝનો ભાઈ 
ન્યૂઝીલેન્ડ સામે 131 રન ફટકારનાર મુશીર ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર સરફરાઝનો ભાઈ છે. સરફરાઝની પણ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પસંદગી થઈ છે. 

સરફરાઝ 2 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રમશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની 5 મેચમાંથી બીજી મેચ વિશાખાપટ્ટનમાં રમાશે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં તેને બદલે સરફરાઝને લેવાયો છે. સરફરાઝ ડેબ્યૂ ટેસ્ટમાં ચમત્કાર કરે તો ટીમ ઈન્ડીયામાં તેને સ્થાન મળી શકે છે. 

મેચ જોવા ગયો અને પ્રેમમાં પડ્યો સરફરાઝ 
કાશ્મીરના સરફરાઝ ખાનની ટીમ ઈન્ડીયામાં સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં સરફરાઝને ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં લેવાયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ રમાશે. સરફરાઝ ખાન ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં સતત રન બનાવી રહ્યો છે અને તેણે ઘણા રેકોર્ડ પણ તોડ્યાં હતા. આવી સ્થિતિમાં ટેસ્ટમાં તેની પસંદગી થતાં ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સરફરાઝની લવસ્ટોરી પણ જોરદાર છે. તે એક મેચ જોવા ગયો હતો અને ત્યાં એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો. આ પહેલી નજરનો પ્રેમ હતો. ગયા વર્ષે સરફરાઝ ખાને જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા, સરફરાઝે જેની સાથે લગ્ન કર્યા હતા તેનું નામ રોમાના ઝહૂર છે. સરફરાઝ ખાન અને રોમાના ઝહૂર એક ક્રિકેટ મેચ દરમિયાન મળ્યા હતા. રોમાના મેચ જોવા સ્ટેડિયમમાં આવી હતી અને તેને જોતાં જ સરફરાઝ દિલ હારી બેઠો. સરફરાઝ ખાનની પિતરાઈ બહેન રોમાના સાથે દિલ્હીમાં એમએસસીનો અભ્યાસ કરતી હતી અને તેણે જ સરફરાઝને રોમાના સાથે પરિચય કરાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ