બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Two persons arrested with MD drugs worth 49.58 lakhs in Ahmedabad

અમદાવાદ / લ્યો બોલો! છેક ઉત્તર પ્રદેશથી બે શખ્સો ગુજરાત લઇને આવ્યા 49.58 લાખનું MD ડ્રગ્સ, ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

Dinesh

Last Updated: 03:38 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંને પેડલર્સ ઉત્તરપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી છે, છેલ્લા એક મહિનામાં 70 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે.

  • અમદાવાદમાં 49.58 લાખનાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ
  • એમડી ડ્રગ્સના નશાની લતે ચઢાવનાર પેડલર્સની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
  • યુપીથી ટ્રેન મારફતે અમદાવાદમાં ડ્રગ્સ લાવ્યા હોવાનું સામે આવ્યું છે


અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનો કારોબાર કરીને યુવાઓને નશાની લતે ચઢાવનાર પેડલર્સને ક્રાઇમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ વીણી વીણીને શોધીને જેલના હવાલે કરી રહી છે. યુવાઓ એમડી ડ્રગ્સના રવાડે ચઢીને તેમનું ભવિષ્ય બરબાદ ના કરે તે માટે પોલીસે ઓપરેશન પેડલર્સ શરૂ કર્યું છે. જે અંતર્ગત છેલ્લા એક મહિનામાં 70 લાખથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. ગઇ કાલે મોડી રાતે ક્રાઇમ બ્રાંચની ટીમે 49.58 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે બે પેડલર્સની એસપી રિંગ રોડ પરથી ધરપકડ કરી લીધી છે. યુપીથી એમડી ડ્રગ્સનો જથ્થો ટ્રેન મારફતે અમદાવાદમાં લાવ્યા હોવાનું સામે આવ્યું છે. 

પ્રતિકાત્મક તસવીર

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી
ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે રખિયાલમાં આવેલી ચુનીલાલની ચાલીમાં રહેતો આઝમખાન અલી અહેમદખાન પઠાણ પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે અને તે હાલ તેના મિત્ર સાથે અસલાલીથી હાથીજણ જવાના એસપી રિંગ રોડ પર ઊભો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યાં બે શંકાસ્પદ યુવકો ઊભા હતા. ક્રાઇમ બ્રાંચે તેમને કોર્ડન કરીને નામ ઠામ પૂછ્યાં હતાં. જેમાં એકનું નામ આઝમખાન હતું અને બીજાનું નામ કૈફખાન પઠાણ (રહે રામપુર) હતું.
 
ક્રાઇમ બ્રાંચે બન્ને પેડલર્સની ધરપકડ કરી
ક્રાઇમ બ્રાંચે આઝમખાન અને કૈફખાનની અંગ જડતી કરી હતી. જેમાં તેમની પાસેથી વ્હાઇટ પાઉડર મળી આવ્યો હતો. આ સિવાય બન્નેનાં પેન્ટનાં ખિસ્સાંમાંથી ઉત્તરપ્રદેશની ટ્રેનની ટિકિટ પણ મળી આવી હતી. વ્હાઇટ પાઉડર મળતાં ક્રાઇમ બ્રાંચે તરતજ એફએસએલના અધિકારીઓને બોલાવી દીધા હતા. એફએસએલના અધિકારીએ વ્હાઇટ પાઉડરનું પરીક્ષણ કરતાં તે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચે બન્ને પેડલર્સની ધરપકડ કરીને આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી જ્યાં તેમણે કબૂલાત કરી હતી કે ડ્રગ્સનો જથ્થો ઉત્તરપ્રદેશમાં રહેતા આઝાદ નામના યુવકે આપ્યો હતો. ક્રાઇમ બ્રાંચે આઝમખાન તેમજ કૈફખાન અને આઝાદ વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

એફએસએલ રિપોર્ટ આપે તે પહેલાં આઝમખાને બિનધાસ્ત કહી દીધું કે તે એમડી ડ્રગ્સ છે
ક્રાઇમ બ્રાંચને આઝમખાન તેમજ કૈફખાન પાસેથી વ્હાઇટ પાઉડર મળ્યો હતો. ડ્રગ્સના કેસમાં જ્યાં સુધી એફએસએલના અધિકારી રિપોર્ટ આપે નહીં ત્યાં સુધી ગુનો દાખલ થતો નથી. ગઇ કાલે વ્હાઇટ પાઉડરમાં એફએસએલ રિપોર્ટ આપે તે પહેલાં આઝમખાને ક્રાઇમ બ્રાંચ સમક્ષ બિનધાસ્ત કબૂલાત કરી હતી કે તે એમડી ડ્રગ્સ છે. આઝમખાન પહેલેથી એમડી ડ્રગ્સ તેમજ નશાનો કારોબાર કરે છે. જેના કારણે હવે તેને પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચનો ડર રહ્યો નથી. 

પ્રતિકાત્મક તસવીર

આઝમખાનના નશો કરતા ગ્રાહકોની વિગતો ક્રાઇમ બ્રાંચ લેશે 
આઝમખાને ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે કે ઉત્તરપ્રદેશના આઝાદ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઇને ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો હતો અને ત્યારબાદ તેને ગ્રાહકોમાં વેચવાનો પ્લાન હતો. 49.58 લાખ રૂપિયાના એમડીના જથ્થામાં આજીનો મોટો નાખીને તેને ડબલ કરવાનો પ્લાન હતો. આઝામખાન ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર કરતો હોવાથી તેણે ગ્રાહકો બાંધેલા છે. જે રોજ એમડી ડ્રગ્સનો નશો કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચ તમામ ગ્રાહકોની વિગતો લઇને તેના પરિવારને જાણ કરશે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ઉત્તરપ્રદેશથી ટ્રેનમાં આવ્યા પણ કોઇ ચેકિંગ થયું નહીં
બન્ને શખ્સો ઉત્તરપ્રેદશથી 49.58 લાખના ડ્રગ્સનો જથ્થો લઇને ટ્રેન મારફતે અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમનું કોઇ પણ સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું નહી. સામાન્ય રીતે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમડી ડ્રગ્સનો સિલ્ક રૂટ છે ત્યારે હવે ઉત્તરપ્રદેશ પણ એમડી ડ્રગ્સનો સિલ્ક રૂટ બનવા જઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ