બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two people died of heart attack in Surendranagar's Lakhtar taluka within 12 hours

સુરેન્દ્રનગર / લખતરમાં 12 કલાકમાં બેના હાર્ટ એટેકથી મોત, 1 મહિનામાં 10 લોકોના હ્રદયની ચાલ પડી બંધ!, મુખ્ય કારણ પણ સ્થાનિકોએ જણાવ્યું

Kishor

Last Updated: 02:34 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં 12 કલાકમાં જ બે વ્યક્તિને હાર્ટ એટેક ભરખી ગયો છે. 10 જેટલા મોત માત્ર મહિનામાં થતા પંથકમાં ભય ફેલાયો છે.

  • સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં 12 કલાકમાં બેના હાર્ટ એટેકથી મોત 
  • ડેરવાળા ગામના આધેડ નીરૂભા રાણાનું છાતીમાં દુખાવો થતા મોત
  • લીલાપુરની મહિલાનું પણ મોત

કોરોના બાદ હાર્ટ એટકે પણ મોટાપાયે હાઉ ઉભો કર્યો છે. યુવાઓમાં એકાએક હાર્ટ ફેઈલ થવામાં કેસમાં આવેલ વધારાને લઈ તબીબો કારણ જાણવાની દિશામાં કાર્યવાહી કરી રહ્યા છે. તેવામાં સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં 12 કલાકમાં જ બે વ્યક્તિને હાર્ટ એટેક ભરખી જતા તેઓ જિંદગી સામેનો જંગ હારી ગયા છે. બીજી બાજુ સ્થાનિક લોકોએ આ પંથકની આરોગ્ય વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

હવે 3 વર્ષ પહેલા જ ખબર પડી જશે કે તમને હાર્ટ એટેક આવવાનો છે, વૈજ્ઞાનિકોએ  શોધી ગજબ ટેક્નિક | danger of heart attack could be detected 3 years ahead  study research could

ઇમર્જન્સી સારવારના અભાવ પણ મુખ્ય કારણ

સુરેન્દ્રનગરના લખતર તાલુકામા આવેલ ડેરવાળા ગામેં રહેતા આધેડ નીરૂભા રાણાને એકાએક છાતીમાં દુ:ખાવો શરૂ થયો હતો.જેને લઈને તેઓએ પરિજનોને દુઃખાવાની ફરિયાદ કરતા આધેડને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર મળે તે પહેલા જ આધેડને કાળ આંબી ગયો હોવનો ફરજ પરના તબીબે ઉલ્લેક કર્યો હતો. જેથી પરિજનોમાં રોકકળ મચી છે.

10 જેટલા મોત માત્ર મહિનામાં થતા પંથકમાં ભય

બીજી બાજુ લખતર તાલુકાના લીલાપુરની મહિલાના પણ હદય દગો આપતા તેમનું પણ અકાળે મોત થયું છે. જેને લઈને પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે. આમ માત્ર જ માસમાં 10 જેટલા માનવ મોત થયાનો સ્થાનીકોએ દાવો કર્યો છે. જેને લઈને પંથકમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ઇમર્જન્સી સારવારનો અભાવ મોત પાછળ જવાબદાર હોવાનું લોકોએ જણાવ્યું હતું. કારણે કે અમૂક વિસ્તારમાં રોડ, રસ્તા અને આરોગ્યની સુવિધા ન હોવાથી ઇમરજન્સી કેસમાં દર્દીને મોટા શહેરોમાં લઈ જવાની નોબત આવે છે. જે સમયસર ન મળતા અમુક કિસ્સા દર્દી મોતને ભેટે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ