બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Two new trustees in Gujarat Vidyapith Mandal: Former Minister Bhupendrasinh Manubha Chudasama

નિમણૂંક / ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં બે નવા ટ્રસ્ટી: પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા, ક્રિષ્ના કુલકર્ણીની સર્વાનુમતે વરણી

Vishal Khamar

Last Updated: 11:52 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ તેમજ કુલપતિનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં બે નવા ટ્રસ્ટી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા અને ક્રિષ્ના કુલકર્ણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

  • ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક કુલપતિ અને રાજ્યપાલનાં અધ્યક્ષપદે યોજાઈ
  • ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં બે નવા ટ્રસ્ટીની સર્વાનું મતે વરણી કરવામાં આવી
  • વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવી શકે એવું શિક્ષણ આપવું પડશેઃરાજ્યપાલ

ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે ગુજરાત વિદ્યાપીઠ પરિસર, અમદાવાદમાં યોજાઈ હતી. ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં સામાજિક સમરસતાના હિમાયતી, કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા અને આઈ.આઈ.એમ. કોલકત્તાના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, પૂજ્ય ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય અને પૂજ્ય ગાંધીજીના પૌત્રી સુમિત્રાબેન કુલકર્ણીના પુત્રી ક્રિષ્ના કુલકર્ણીની ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

વિદ્યાપીઠનું મહત્વ વધે એ માટે પ્રતિદિન નવા સંશોધનો સાથે પ્રગતિ કરવી પડશેઃ રાજ્યપાલ
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંડળની બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું કે, વિશ્વ ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે. આવા વાતાવરણમાં ગુજરાત વિદ્યાપીઠનું મહત્વ વધે એ માટે પ્રતિદિન નવા સંશોધનો સાથે પ્રગતિ કરવી પડશે. વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવી શકે એવું શિક્ષણ આપવું પડશે, અન્યથા ગુજરાત વિદ્યાપીઠ માત્ર એક ઈમારત જ રહી જશે, જેનો કોઈ અર્થ નથી. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે ઉદ્દેશો સાથે આ સંસ્થાની સ્થાપના કરી હતી એ જ ઉદ્દેશોની આજે સમાજને આવશ્યકતા છે. પૂજ્ય ગાંધીજીના વિચારો પુરાતન નથી, શાશ્વત છે. જીવનની આવશ્યકતા છે. તેમણે તમામ ટ્રસ્ટીઓને ચિંતન કરવા, નવા ઉકેલો શોધવા અને પ્રગતિશીલ અભિપ્રાયો ખુલીને વ્યક્ત કરવા અનુરોધ  કર્યો હતો.

આચાર્ય દેવવ્રતજીએ ખુલ્લા હૃદયે કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી આ સંસ્થા પ્રત્યે લોકોમાં  સન્માનનો ભાવ પુનઃ જાગે એવા પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. સંસ્થાઓ ભવનોથી નથી બનતી, મનુષ્યથી જ બને છે; એમ કહીને તેમણે ગુજરાત વિદ્યાપીઠ પ્રત્યે સામાન્ય નાગરિકોમાં શ્રદ્ધા અને સન્માનનો ભાવ પુનઃ પ્રગટ થાય એવા પ્રયત્નો કરવા તમામ ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠના મંડળમાં કેટલાક ટ્રસ્ટીઓ એવા છે જેઓ વિદ્યાપીઠમાં જ ભણ્યા છે અને તેમણે વિધાપીઠમાં ભણાવ્યું પણ છે. વરિષ્ઠ ટ્રસ્ટીઓને સંબોધતાં તેમણે કહ્યું કે, વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ ટ્રસ્ટીઓના આશીર્વાદ અને યુવા ટ્રસ્ટીઓના સમર્પણથી ગુજરાત વિદ્યાપીઠને આગળ લઈ જવા સૌએ ઈમાનદારીથી પ્રયત્નો કરવાના છે. આ એક કર્મયોગ છે, મનમાં પવિત્રતા સાથે પૂજ્ય ગાંધીજીના માનવ કલ્યાણ, ગરીબ ઉત્કર્ષ, સહિષ્ણુતા, પ્રેમ અને જ્ઞાતિ-જાતિ ભેદના સિદ્ધાંતોને પુનર્જીવિત કરવા સહિયારા પ્રયત્નો કરવાના છે. તેમણે સ્પષ્ટ ચિંતન, દૃઢ નિર્ણયશક્તિ અને સમર્પિત ભાવથી ટીમ સ્પિરિટ-પરિવાર ભાવનાથી કામ કરવા સૌ ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો.

આચાર્ય દેવવ્રતજી, પદ્મભૂષણ રાજશ્રી બિરલાજી,દિલીપભાઈ ઠાકર, ડૉ. હર્ષદભાઈ પટેલ અને કાર્યકારી કુલનાયક ડૉ. ભરતભાઈ જોશી નું ચરખાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકારી કુલનાયક ડૉ. ભરતભાઈ જોશી એ ગત ત્રણ મહિના દરમિયાન થયેલી કામગીરી અને પ્રગતિનો વિગતવાર અહેવાલ આપ્યો હતો. કાર્યકારી કુલસચિવ ડૉ.  નિખિલભાઇ ભટ્ટે બેઠકનું સંચાલન કર્યું હતું.

કોણ છે ક્રિષ્ના કુલકર્ણી

પૂજ્ય મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતીની ઉજવણી માટેની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની નવી દિલ્હી સ્થિત સમાધિ - રાજઘાટ સમાધિ સમિતિના સભ્ય ક્રિષ્ના કુલકર્ણી સેવા અને સાયન્સ, તપસ્યા અને ટેકનોલોજી તથા મદદ અને મેનેજમેન્ટનું સંયોજન છે.

અત્યારે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ - IIM, કોલકત્તાના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ તરીકે કાર્યરત ક્રિષ્ના કુલકર્ણી પ્રખ્યાત કંપની પેનાસોનિક ઇન્ડિયા- COO ના તેઓ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર   રહી ચૂક્યા છે. જાપાનની FANUC લિમિટેડના ગ્રુપ ચેરમેન ડૉ. એસ. ઈનાબાના સ્પેશિયલ આસિસ્ટન્ટ અને આ કંપનીના ભારત ખાતેના સ્થાપક મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પણ રહી ચૂક્યા છે.
બેંગ્લોરના લોટસ એન્ડ ક્રાયસન્થેમમ ટ્રસ્ટના તેઓ ટ્રસ્ટી છે. ઈન્સૉલ્વન્સી એન્ડ બૅન્કરપ્ટ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાની સલાહકાર સમિતિના સભ્ય તરીકે તેઓ વર્તમાનમાં સેવાઓ આપી રહ્યા છે. યુનિવર્સિટી ઓફ ટોક્યો એલ્યુમની એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ અને અકામોન કાઈ ઇન્ડિયા-પેનાસોનિક ઇન્ડિયાના પ્રથમ ભારતીય મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમણે ગૌરવવતું સ્થાન ભોગવ્યું છે.  પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના કાર્યકાળમાં ક્રિષ્ના કુલકર્ણી ભારત અને જાપાનના સહયોગ માટે રચાયેલા એમિનેન્ટ પર્સન ગ્રુપમાં પસંદગી પામ્યા હતા. તેમણે ગુજરાત સરકારના મિશન મંગલમમાં સલાહકાર તરીકે પણ યોગદાન આપ્યું છે. હિન્દી , અંગ્રેજી, ગુજરાતી, મરાઠી અને જાપાનીઝ ભાષા અસ્ખલિત બોલવાની કુશળતા ધરાવતા ક્રિષ્ના કુલકર્ણી શોખથી પાયલટ પણ છે અને ઉડ્ડયનના શોખીન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ