સુરતનાં ઓલપાડનાં આંધી ગામે બપોરનાં સુમારે બે શખ્શો ચોરી કરવાનાં ઈરાદે ઘુસ્યા હતા. જેમાંથી 2 શખ્સમાંથી એક શખ્સને ગ્રામજનો દ્વારા પકડી પાડી ઢોર માર માર્યો હતો. ત્યારે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
સુરતમાં રંગેહાથ ઝડપાયેલા ચોરને જાહેરમાં મારવામાં આવ્યો માર
ઓલપાડના આંધી ગામે જાહેરમાં બાંઘીને મરાયો માર
બપોરના સમયે ઘરમાં ચોરી કરવા ઘુસ્યા હતા બે શખ્સ
2 શખ્સમાંથી એક વ્યક્તિને ઝડપીને ગ્રામજનોએ માર્યો માર
અવાર નવાર કેટલાક અજાણ્યા શખ્શો ચોરી કરવા માટે ઘરમાં ઘુસી જવાની ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટનાં સુરતનાં ઓલપાડનાં આંધી ગામે બનવા પામી છે. જેમાં બપોરનાં સમયે બે લોકો ગામમાં આવેલ ઘરોમાં ચોરી કરવા ઘુસ્યા હતા. જે અંગેની જાણ મકાન માલિકને થતા મકાન માલિક દ્વારા બુમાબુમ કરતા ગ્રામજનો ભેગા થઈ જતા બે માંથી એક ચોર રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે એક ચોર તેનાં મિત્ર ચોરને ગ્રામજનોનાં હવાલે કરી ભાગી ગયો હતો. ઝડપાયેલ શખ્સને ગ્રામજનો દ્વારા બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 1, 2023
બે દિવસ અગાઉ ભંગાર લેવાના બહાને ચોરે વિસ્તારની કરી હતી રેકી
સુરતનાં ઓલપાડનાં આંધી ગામે બપોરના સમયે ઘરમાં ચોરી કરવા ઘુસેલ એક શખ્સને ગ્રામજનોએ પકડી પાડી ઢોર માર માર્યો હતો. જ્યારે એક શખ્શ ફરાર થઈ ગયો હતો. ત્યારે આ બે શખ્સો દ્વારા બે દિવસ પહેલા ગામમાં ભંગાર લેવાનાં બહાને ઘુસી ગામમાં રેકી કરી હતી. ત્યારે આજે દિન દહાડે ગામમાં ચોરી કરવા આવેલા બે શખ્શોમાંથી એક શખ્સને ઘરની મહિલાઓએ ઝડપી પાડ્યો હતો. ત્યારે આ મામલે ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.