બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Two accidents occurred in last 24 hours on Keem-Kosamba railway track

દુર્ઘટના / ગુજરાતમાં ટ્રેન બની યમદૂત! છેલ્લાં 24 કલાકમાં બે લોકો અડફેટે આવી જતા 2ના કરૂણ મોત

Malay

Last Updated: 03:34 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: કીમ-કોસંબા રેલ્વે ટ્રેક પર છેલ્લા 24 કલાકમાં બે અકસ્માતની ઘટના, પૂરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન અને વંદે ભારત ટ્રેનની અડફેટે 2 લોકોના કરૂણ મોત.

  • કીમ-કોસંબા રેલ્વે ટ્રેક પર વધ્યા અકસ્માત
  • ટ્રેનની અડફેટે 2 વ્યક્તિના થયા મોત
  • છેલ્લા 24 કલાકમાં બે અકસ્માતની ઘટના

Surat News: સુરતના કીમ-કોસંબા રેલ્વે ટ્રેક નજીક અકસ્માતે મોતની ઘટનામાં વધારો થયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં ટ્રેનની અડફેટે 2 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. કીમ રેલ્વે ફાટક પર ઓવરબ્રિજના નિર્માણની કામગીરી ચાલી રહી છે. જેને લઈને રાહદારીઓ રેલ્વે ક્રોસિંગનો ઉપયોગ કરી રહ્યા છે. આ કારણે અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. 

પરભુનગરના યુવકનું મોત 
મળતી માહિતી અનુસાર, કીમ-કોસંબા રેલવે ટ્રેક વચ્ચે અવારનવાર ટ્રેન અડફેટે મોત થતા રહે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ટ્રેનની અડફેટે બે લોકોના મોતથી ચકચાર મચી ગયો છે. કીમ રેલ્વે ટ્રેક નજીક પૂરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનની એડફેટે કીમ પરભુનગરના વ્યક્તિનું મોત થયું છે. પરભુનગરના યુવકે ટ્રેન સામે પડતું મુક્યાની આશંકા છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

વંદે ભારત ટ્રેનની એડફેટે એકનું મોત 
જ્યારે આજે સવારે જ વંદે ભારત ટ્રેનની અડફેટે અજાણી વ્યક્તિનું પણ મોત થયું છે. આજે સવારે એક વ્યક્તિને વંદે ભારત ટ્રેને એડફેટે લીધી હતી. આ અંગેની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટન સ્થળે દોડી આવી હતી. જે બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા આ મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે.

નડિયાદ રેલવે સ્ટેશન પર 70 વર્ષીય વૃદ્ધનું મોત
આપને જણાવી દઈએ કે, નડિયાદ રેલવે સ્ટેશન ખાતે પણ ટ્રેનની એડફેટે એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. શનિવારે સાંજે નડિયાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-1ના છેડા પાસેથી પસાર થતાં 70 વર્ષીય વૃદ્ધને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેને અડફેટે લીધા હતા, જેમાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. જે બાદ તેમના મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ