બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / twinkle khanna wants her kids nitara and aarav to elope and married

મનોરંજન / મારા બાળકો ભાગીને લગ્ન કરે, જાણો ટ્વિન્કલ ખન્ના કેમ આવું ઇચ્છી રહી છે, જણાવ્યું કારણ

Arohi

Last Updated: 01:14 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Twinkle Khanna On Wedding: ટ્વિંકલ ખન્નાએ હાલમાં જ પોતાના બાળકોના લગ્ન વિશે વાત કરી. તેમનું માનવું છે કે તેમના બાળકો ભાગીને લગ્ન કરી લે.

બોલિવુડ એક્ટર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાના મત આપે છે. હાલમાં જ થયેલા અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ બેશ બાદ ટ્વિંકલ ઈચ્છે છે કે તેમના બાળકો આરવ અને નિતારા ભાગીને લગ્ન કરી લે. જેથી તેમને આટલા બધા તામઝામ ન કરવા પડે. તેમણે પોતે એક કોલમમાં પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી છે. 

ટ્વિંકલ ખન્નાએ એક કોલમમાં લખ્યું- "મારી બહેને મારા વિચારોમાં અવરોધ ઉભો કર્યો. તેમણે મને કહ્યું- તમે આખરે નામની વાત કરી રહ્યા છો પરંતુ એ બધાનું શું જે અમારે સહન કરવું પડશે. અંબાણી ઈવેન્ટ બાદ લેવલ ખૂબ જ ઉપર સેટ થઈ ગયો છે. ટ્વિંકલે તેના જવાબમાં કહ્યું- હું નીતા ભાભીની જેમ ડાન્સ નથી કરી શકતી."

ભાગીને કરી લો લગ્ન 
ટ્વિંકલે આગળ લખ્યું- "જ્યારે મહામારીમાં મેં તમ્મા તમ્મા લોગે ગીત પર ડાન્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો તો મને લાગે છે કે ભગવાન પણ ન હતા ઈચ્છતા કે હું ડાંસ કરૂ કારણ કે હું તરત પડી ગઈ હતી અને મારા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. હું અને મારા પતિ રાત્રે 10 વાગ્યા સુધી જાગી પણ નથી શકતા. જો મારા બાળકો હકીકતે ખૂશ રહેવા માંગે છે તો બેસ્ટ વસ્તુ છે કે તે ભાગી જઈને લગ્ન કરી લે."

વધુ વાંચો: અચાનક ન્યૂડ થઇને ઓસ્કાર એવોર્ડ આપવા જૉન સીના પહોંચી ગયો સ્ટેજ પર, ભલભલા સ્ટાર્સ ચોંકી ઉઠ્યા, જુઓ પછી શું થયું?

અક્ષયનો ઉડાવ્યો મજાક 
ટ્વિંકલે પોતાના કોલમમાં પતિ અક્ષયનો મજાક ઉડાવ્યો છે. અક્ષયે પ્રી-વેડિંગ બેશમાં જામનગરમાં પરફોર્મ કર્યું હતું. જેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. ટ્વિંકલે લખ્યું- "તે પરફોર્મ કરતા એક જ સ્ટેપને 33 વખત રિપીટ કરી રહ્યા હતા. આ વખતે એટલી ફોર્સથી સ્ટેપ કરી રહ્યા હતા જાણે માટીમાં વધુ એક તેલનો કુવો ખોદવાના છે."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ