બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Tunisha murder case in police has made a shocking revelation in the court

મોટા સમાચાર / તુનિશા મર્ડર કેસમાં પોલીસે કોર્ટમાં આપ્યો ચોંકાવનારો ખુલાસો: બ્રેકઅપના કારણે ડિપ્રેશનમાં આવીને...

Kishor

Last Updated: 07:37 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુનિશા મર્ડર કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસે કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે શીઝાન ખાન સાથેના બ્રેકઅપના કારણે તુનિશા ડિપ્રેશનમાં હતી.

  • ટીવી એક્ટ્રેસ તુનિશા મર્ડર કેસ મામલો
  • પોલીસે કર્યા કોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
  • શીઝાન ખાન સાથેના બ્રેકઅપના કારણે તુનિશા ડિપ્રેશનમાં હતી

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માનાના નિધન પગલે સમગ્ર ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે અને ઊંડા આઘાતમાં છે. તુનિશા શર્માનાની અચાનક વિદાયનો આઘાત અસહ્ય છે એટલું જ નહીં અનેક લોકો હજુ પણ આ સમાચાર પર વિશ્વાસ કરી શક્યા નથી. આવી સ્થિતી વચ્ચે તુનિશાની આત્મહત્યાને મામલે નવો ખુલાસો થયો છે. હાલમાં જ મુંબઈની સ્થાનિક કોર્ટમાં કેસની તપાસમાં લાગેલી પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. જેમાં જણાવ્યું કે શીઝાન ખાન સાથેના બ્રેકઅપને કારણે તુનિશા ડિપ્રેશનનો શિકાર બની હતી.

આરોપી શીઝાન ખાને તેની સારવાર માટે ત્રણ ડોક્ટરોની ભલામણ કરી હતી

ઉલ્લેખનિય છે કે શીઝાન ખાન પર તુનીષાની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લાગી રહ્યો છે. જે ઘટનાને લઈને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસે સઘન પૂછપરછ કરી રહી છે ત્યારે વધુ બે દિવસના રિમાન્ડની પણ પોલીસ દ્વારા માંગ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તે ખૂબ જ સંવેદનશીલ હતી. જે બાબતો અંગે શીઝાન ખાન સારી રીતે જાણતો હતો અને આરોપી શીઝાન ખાને તેની સારવાર માટે ત્રણ ડોક્ટરોની ભલામણ કરી હતી. આ બધું જાણતો હોવા છતાં શીઝાન ખાનએ તેની સાથે સંબંધ બાંધ્યો અને મરજી વિરુદ્ધ સંબંધ તોડી પણ નાખ્યો હતો.

તાત્કાલિક તપાસ કરવા માંગ

આ મામલે પોલીસે વધુમાં જણાવ્યું કે બ્રેકઅપ પછી પણ તુનિશા શીઝાન ખાન સાથે રોજ સેટ પર કામ કરતી હતી. જેને પગલે ભૂલવું ખૂબ મુશ્કેલ હતું અને તે ખૂબ ઉદાસ રહેતી હતી. પોલીસે શીઝાન ખાન પર સંભાળ રાખનાર મિત્ર હોવાનો ઢોંગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે ઉપરાંત  તેણે આત્મહત્યા તરફ ધકેલી હોવાની પણ શંકા ઉપજાવે છે. પોલીસે કોર્ટમા નિવેદન આપતા કહ્યું કે આ ગુન્હો ગંભીર હોવાથી તેની તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે.

તુનીશાએ મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આયખું ટૂંકાવ્યુ

પોલીસ સૂત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર આપઘાત પહેલા તુનીશાએ શીઝાન સાથે થોડો સમય વાત કરી હતી.  ત્યારબાદ શીઝાન ખાન શૂટ માટે નીકળ્યો હતો અને તુનીષા ગેટ સુધી તેની પાછળ ગઈ હતી બાદમાં પોતાના રૂમમાં મોબાઈલ ફોન મૂકી શીઝાનના મેક-અપ રૂમમાં ગઈ હતી. બાદમાં તુનીશાએ મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આયખું ટૂંકાવી લીધું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ