UPI Payment:ઓનલાઈન પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરતો હોવ તો તમારે પેમેન્ટ કરતી વખથે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે સાવચેતી નથી રાખતા તો તમારા સાથે ઓનલાઈન છેતરપીંડી થઈ શકે છે. ત્યારે આવો જાણીએ કે યુપીઆઈ થી પેમેન્ટ કરતી વખતે તમારે કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ.
યુપીઆઈ દ્વારા તમે સરળતાથી પેમેન્ક કરી શકો છો
ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ
અજાણ્યા નંબર પરથી આવેલ મેસેજ કે લીંક પર ક્લીક કરવાથી તમારી સાથે ફ્રોડ થઈ શકે છે
આજનાં સમયમાં ઓનલાઈન પેમેન્ટ કરવું ખૂબ જ યોગ્ય છે. તમે થોડીક સેકન્ડમાં જ પેમેન્ટ કરી દો છે. તમે યુપીઆઈ મારફતે અથવા યુપીઆઈની કોઈ પણ એપ્લીકેશન જેવી કે પેટીએમ, ફોન પે, ભીમ એપ્લીકેશન મારફતે પણ પેમેન્ટ કરી શકો છે. ઓનલાઈન પેમેન્ટ બાદ લોકો કાર્ડ કે રોકડ રકમ રાખવાની જરૂર પડતી નથી. તમે જ્યારે પણ ઓનલાઈન પેમેન્ટ કરો છો તો મારે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. જો તમે સાવધાની નથી રાખતા તો તમારી સાથે છેતરપીંડી થઈ શકે છે.
યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. આવો આજે અમે તમને તે જણાવીએ.
ઓનલાઈન છેતરપીંડી
હવે સવાલ છે કે ઓનલાઈન પેમેન્ટથી થતી છેતરપીંડીથી બચવા માટે તમારે ક્યારેયર પણ તમારો યુપીઆઈ પીન કોઈને પણ આપવો જોઈએ નહી. તે સિવાય તમે માત્ર એક જ એક જ એકાઉન્ટ યુપીઆઈથી લીંક કરવું. એ એટલા માટે કે તમે જેટલા એકાઉન્ટને યુપીઆઈથી લીંક કરશો. તેટલી વધુ શક્યતાઓ છે તમારી સાથે ઓનલાઈન ફ્રોડ થવાની.
તમારા ફોન પર કેટલીક વખત અજાણ્યા નંબર પરથી મેસેજ કે લીંક આવે તો તમે તેનાં પર ક્લિક કરો છો. આ એક ફિશિંગ લીંક હોય છે. આ લિંક પર ક્લીક કરવાની સાથે જ તમારા સાથે ફ્રોડ થઈ શકે છે. સ્માર્ટ ફોન
ઓનલાઈન પેમેન્ટ માટે તમારી પાસે સ્માર્ટફોન હોવો ખૂબ જ જરૂરી છે. આજનાં સમયમાં લગભગ તમામ લોકો પાસે સ્માર્ટફોન અને ઈન્ટરનેટની સુવિધા છે. એવામાં જો તમારો ફોન ચોરી થઈ જાય છે તો તમારે તમારા ફોનનું સીમકાર્ડ તાત્કાલિક ધોરણે બ્લોક કરવું જોઈએ. જો તમે એવું નતી કરતા તો તમારા ફોનનો દુરઉપયોગ થઈ શકે છે. જેથી હંમેશા ફોનમાં સિક્યોરીટી રાખવી જોઈએ.