બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / total 1 thousand crore unaccounted transactions were caught in raid on Chiripal

દરોડા / ચિરીપાલ ગ્રુપ પાસેથી કુલ 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા, કુલ 20 કરોડના દાગીના પણ જપ્ત કરાયા

Dhruv

Last Updated: 08:10 AM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ ચિરીપાલ ગ્રુપ પર IT વિભાગના દરોડા હજુ સુધી યથાવત રીતે ચાલી રહ્યાં છે.

  • ચિરીપાલ ગ્રુપ પર IT વિભાગના દરોડા હજુ સુધી યથાવત
  • દરોડામાંં કુલ 1 હજાર કરોડના બિનહિસાબી વહેવારો ઝડપાયા
  • ટેક્સટાઈલ અને કેમિકલ સેક્ટરમાં સક્રિય છે ચિરીપાલ ગ્રુપ

અમદાવાદના ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ ચિરીપાલ ગ્રુપ પર IT વિભાગનો દરોડો હજુ સુધી યથાવત છે. ત્યારે IT વિભાગના દરોડામાં ચિરીપાલ ગ્રુપના કુલ 1 હજાર કરોડના બિનહિસાબી વહેવારો ઝડપાયા છે. દરોડામાં 24 કરોડની બિનહિસાબી રોકડ મળી આવી અને દરોડામાં કુલ 20 કરોડના દાગીના મળી આવ્યા. મહત્વનું છે કે, ચિરિપાલ ગ્રુપ ટેક્સટાઈલ અને કેમિકલ સેક્ટરમાં સક્રિય છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ IT વિભાગે રૂપિયા 10 કરોડની જ્વેલરી અને 1.50 લાખ ડૉલર ઝડપ્યા છે. દરોડામાં અત્યાર સુધી ઇન્કમટેક્સ વિભાગને રૂપિયા 25 કરોડ રોકડા હાથ લાગ્યા છે. એ સિવાય IT વિભાગને 25 લોકર અને જમીનમાં રોકાણના દસ્તાવેજ પણ હાથ લાગ્યા હતા.

અગાઉ પણ ચિરીપાલ ગ્રુપને સંલગ્ન કુલ 35થી 40 જગ્યાએ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં શિવરંજની ચાર રસ્તા પર આવેલી કોર્પોરેટ ઓફિસ, બોપલ રોડ પર ચીરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર ઘણા અધિકારીઓએ રેડ પાડી હતી. જેમાં IT (ઇન્કટેક્સ) વિભાગને કરોડોમાં બેનામી વ્યવહારો હાથ લાગ્યા હતા.

જુઓ અગાઉ દરોડામાં શું હાથ લાગ્યું હતું?

  • સંખ્યાબંધ પ્રોપર્ટી અને જમીનના દસ્તાવેજો અધિકારીઓએ કબ્જે લીધા હતા
  • 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી આવી હતી
  • દુબઈમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યાની વિગતો સામે આવી હતી
  • કરોડો રૂપિયાના હવાલા વિદેશમાં પડ્યા હોવાના પુરાવા હાથ લાગ્યા હતા
  • 10 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા
  • વિદેશની પ્રોપટીઓ, ફોરેન બેન્ક એકાઉન્ટ, અને હવાલાની કેટલીક વિગતો ITને હાથ લાગી હતી

ચિરીપાલ ગ્રુપ ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ

ઉલ્લેખનીય છે કે, ચિરીપાલ ગ્રુપ ખૂબ જ ચર્ચિત ગ્રુપ છે કે જે ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. આ ગ્રુપ પર ગઇકાલે ઇન્કમટેક્સ વિભાગના 200થી વધુ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. વેદપ્રકાશ ચીરિપાલ, બ્રિજમોહન ચીરિપાલ, જયોતિપ્રકાશ ચીરિપાલ, વિશાલ ચીરિપાલ, રોનક ચીરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં IT વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં રૂ.10 કરોડથી વધુ રોકડ રકમ અને દસ્તાવેજો આવકવેરા વિભાગને મળી આવ્યા છે.નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઇટી વિભાગે તવાઇ બોલાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ